Kutch Kanoon And Crime
CrimeBhachauGujaratIndiaKutch

પૂર્વ ક્ચ્છ એલ.સી.બી.ની ટિમે પેટ્રોલીંગ દરમ્યાન એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડયો

બોર્ડર રેન્જ આઇ.જી.પી સુભાષ ત્રિવેદી ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ પરીક્ષિતા રાઠોડ તરફથી જિલ્લામાં બનેલ ગુનાઓમા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અપાતા પૂર્વ ક્ચ્છ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખુનની કોશિષ, એટ્રોસીટી જેવા ગંભીર ગુનાઓમા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીઓ જુની મોટી ચિરઇ આશાપુરા ચોકમા બેઠા હોવાની હેડ કોન્સ. પ્રહલાદસિંહ મેદુભા ચુડાસમાને મળતા તાત્કાલિક આશાપુરા ચોક જુની મોટી ચિરઇ જઈ આરોપીઓને પકડી પાડી લીધેલ હતા. પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે ભચાઉ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી (૧) યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. જુની મોટી ચિરઇ તા.ભચાઉ (૨) રામદેવસિંહ ઉફેં ડકુ રણજીતસિંહ જાડેજા રહે. નવિ મોટી ચિરઇ તા.ભચાઉનો સમાવેશ થાય છે આ કામગીરીમા ડી.વી. રાણા પોલીસ ઇન્સપેકટર, એમ.એસ. રાણા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. તેમજ એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.

નિતેશ ગોર – 9825842334
(દિનેશ જોગી – અંજાર)

Related posts

પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યાલયની હવા સૂટ ન થતા ધીરજ રાખ્યા વગર કાર્યકરો હિમાલયની હવા ખાવા નીકળ્યા

Kutch Kanoon And Crime

ડ્રેગન ફ્રૂટની ઓળખ એટલે “કમલમ ફ્રૂટ” કચ્છમાં સોનાની ખેતીનો સફળ પ્રયાસ

જી.કે.માં હાડકાની તિરાડને સાંધતું અનુભવનું પ્લાસ્ટર : હોસ્પિટલના પ્લાસ્ટર-ડ્રેસર ૪ કલાકમાં ૧૦૦ જેટલા ડ્રેસિંગ કરવાની કુશળતા ધરાવે છે

Leave a comment