Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutchSpecial Story

પિંગલેશ્વર મહાદેવ મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં નિષ્ફળતા છતાં ટ્રસ્ટીઓ, ભાવિકો મૌન કેમ…?

કચ્છના સુપ્રસિદ્ધ અને અબડાસાના દરિયા કિનારે આવેલા પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી રૂપિયા ૩.૪૨ લાખના આભૂષણોની ચોરી થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયા છતાં એ ચોરીનો ભેદ ઉકેલાયો નથી તેમ છતાં મંદિરના ટ્રસ્ટીઓ અને ભાવિકોનું મૌન સૌ કોઈને અકડાવી રહ્યું છે. પિંગલેશ્વર મહાદેવ મંદિરમાં ચાંદીના વિશાળકાય નાગ અને છત્ર સહિત 3.42 લાખના આભૂષણોની સરાજાહેર ચોરી થઈ છે આશ્ચર્યની બાબત એ છે કે જે આભૂષણ ચોરાયા છે તે વેચવા ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે સામાન્ય રીતે સોના-ચાંદીના વેપારીઓ પણ આવા નાગ કે એવી વસ્તુઓ ખરીદતા નથી હોતા છતાં પણ આવા આભૂષણોની ચોરી થઈ છે વધુ આશ્ચર્ય એ છે કે મંદિરના ગર્ભગૃહની બહાર દાનપેટી આવેલી છે પરંતુ એ દાન પેટીને ચોરી કરનારાઓએ હાથ પણ અડાડ્યો નથી માત્ર મંદિરના ગર્ભગૃહની અંદર રહેલા શિવલિંગના આભુષણો ચોરી જવાયા છે અને CCTVમાં કેદ થયેલા શકમંદો પણ સ્પષ્ટ રીતે સુવ્યવસ્થિત દેખાય છે એટલે કે આ ચોરીને અંજામ આપનારા મહાદેવ મંદિરમાં નિયમિત આવતા હોય તેવા હાવભાવ સ્પષ્ટ તરી આવે છે અને આ તત્વો પૂર્વ આયોજન પૂર્વક આવ્યા હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. એટલે કે ચોરીને અંજામ આપનારા સ્પષ્ટ રીતે એજ રીતે આવ્યા છે કે જો કોઈની નજરમાં આવી જાય તો મોડી રાત્રે ભૂલા પડ્યા છે અથવા રખડી પડયા છે તેથી આશરો લેવા આવ્યા છે અને કોઈની નજર ન પડે તો પોતાનો મકસદ પાર પાડી લેવું તેવા ઇરાદાથી આવ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. બીજી તરફ આટલી મોટી ચોરીનો ભેદ ન ઉકેલાયા છતાં ટ્રસ્ટીઓ અને ભાવિકોનું મૌન પણ અકળાવ નારું છે. આટલી મોટી ચોરીનો ભેદ ન ઉકેલાય છતાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો ન થાય ત્યારે રહસ્યના તાણા-વાણા સર્જાતા હોય છે. નોંધનીય છે કે પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કથાનું આયોજન કરાયું હતું ત્યારે બચેલી મોટી રકમ કોણે હસ્તગત કરેલી છે એ રકમનું શુ થયું તે પણ પ્રશ્ન ઉભો થાય છે જેને લઇને પણ અંદરો અંદર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ ચોરીની ઘટનાએ પણ અનેક પ્રકારના ભેદ ભરમ સર્જાયા છે જેની તપાસ ઉંડાણ પૂર્વક થાય તો ચોંકાવનારો ઘટસ્ફોટ થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અંજાર ખાતે મૃત હાલતમાં મળી આવેલ મહિલાની ઓળખ થઈ

Kutch Kanoon And Crime

અનેકના ભવિષ્યની આગાહી આપનાર રમેશ જોશી પોતાના ભવિષ્યની આગાહી આપી શકશે કે નહીં..?

Kutch Kanoon And Crime

શ્રમજીવીઓએ તંત્રને મદદની અપીલ કરતા અબડાસા વિંઝાણના દાતા પરિવાર વહારે આવ્યા

Kutch Kanoon And Crime

Leave a comment