કોરોના વાયરસને અનુસંધાને સમગ્ર દેશમાં લોકડાઉનની સરકાર દ્વારા સૂચના મળતા સમગ્ર દેશને તાળા બંધી કરી દેવામાં આવી છે ત્યારે જિલ્લાની પોલીસ પ્રશાસન દ્વારા દિવસ રાત ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યું છે ત્યારે અંજારના એક યુવાન નામે અસલમ તુર્ક પોતાના ફેસબુક એકાઉન્ટમાં ખોટા અને અભદ્ર મેસેજ અપડેટ કરી જેમાં R.S.S.ના યુવાનો જે પોલીસની સાથે મદદ કરી રહ્યા છે તેવું લખાણ લખી ‘લોકડાઉન મેં R.S.S. વાલે ક્યુ નીકલે હે… કિસને આદેશ દિયા’ જેમાં અભદ્ર ગાળો કોમેન્ટ કરી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક અસરથી આરોપી સામે F.I.R. જે 188, 502(2), 54, 13(I), મુજબ દાખક કરવામાં આવી હતી.
નિતેશ ગોર – 9825842334
(દિનેશ જોગી – અંજાર દ્વારા)