સુરતમાં જેમ એક મહિલા ખાખીધારી કર્મચારી અને રાજકારણીના પુત્ર વચ્ચે થયેલી બબાલના પડઘા છેક ઉપર સુધી પડ્યા છે તેમ ભુજમાં પણ આવીજ એક હકીકત ઓન સી.સી.ટી.વી. કેમેરામાં કંડેરાઈ ગઈ છે. વાત એમ છે કે જ્યારે લોકડાઉન ચાલુ હતું તે સમય સરકાર દ્વારા થોડી ઘણી છૂટ છાટ આપવામાં આવી હતી જેમાં અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી જેના ભાગે ભુજના અલગ અલગ પોઇન્ટ પર પોલીસ કર્મચારીઓ તૈનાત હતા અને કોરોના વાયરસના ભાગે સરકારના નિયમોનું પાલન કરાવવા પ્રજાને ક્યાંક કડકાઈ તો ક્યાંક સમજદારીથી ખડા પગે દિવસ રાત પોતાની ફરજ બજાવતા હતા ત્યારે એક દિવસ બન્યું એવું કે ભુજની ભરચક બજારમાં કોઈ કારણોસર આવેલ કચ્છના એક રાજકારણીના પરિવારને એક મહિલા ખાખીધારી ભેટી ગઈ અને કાયદાનું પાલન કરવા નમ્રતાથી સમજાવી રહી હતી તેવામાં આ મહાસય રાજકરણીના પરિવારના સભ્યોએ પોતાની ઓળખ આપી પોતે કોણ છે એવુ કહેતા સાથે તોછડાઈ ભર્યું વર્તન કરાતા ફરજ પ્રતે વફાદારી નિભાવતી ખાખીધારી મહિલા કર્મચારી થોડી કડકાઈ વાપરતા આ રાજકારણી પરિવાર દ્વારા માસ્ક નહીં પહેરવા અને કાયદા પ્રમાણે કાર “નો પાર્કિંગ” અને “નો એન્ટ્રી”માં લઈ આવ્યા જેનો તે પરિવારને દંડ ભરવા અને માસ્ક પહેરવા પર ખાખીધારી મહિલા કર્મચારી દ્વારા ભાર મુકાતા પોતાની ફરજના ભાગ રૂપે તે રાજકારણીના પરિવારના સભ્યો પાસે કાયદેસર દંડ વસૂલવા અને બીજી વખત ધ્યાન રાખવા કડકાઈથી જણાવેલ તે વખતે આ મહાશય રાજકારણીના પરિવારના સભ્યો ખીજાયા અને એમને એમ થયું કે મારા વડીલ રાજકારણીનો એટલો મોટો દબદબો છે છતાં આ ખાખીધારી મહિલા કર્મચારી એમને પણ અવગણી રહી છે..! તે વખતે આ પરિવારે આ મહિલા ખાખીધારી કર્મચારી સામે અભદ્ર વર્તાવ કરતા ખાખીધારી મહિલા વધુ કડક બનતા આ રાજકારણીને પોતાને ભુજના ભરચક વિસ્તારમાં આવવાની ફરજ પડી હતી..! ત્યાર બાદ આવેલા આ મહાશય રાજકારણીએ પોતાના પરિવારના સભ્યોને સમજાવવાના બદલે ખાખીધારી મહિલા સામે વધુ અભદ્ર વર્તાવ કરવા લાગ્યા અને આ મહાશય રાજકારણી એમ બૂમ બરાડા પાડવા લાગ્યા કે તમે ખાખીધારી અને તમારા ઉપલા અધિકારી અમારા આપેલા “સેવા રૂપે” માસ્ક પહેરે છે તમે મને માસ્ક પહેરવા પર કઈ રીતે કહો છો અને આ મહાશય પોતે માસ્ક વગર આ ખાખીધારી કર્મચારી સામે ઊભા રહી ગયા અને પોતાની ઓળખ ગુજરાત સરકારના મંત્રીઓ સુધી છે તેવું કહેવા લાગ્યા જેનાથી ખાખીધારી મહિલા કર્મચારી અને આ મહાશય રાજકારણી વચ્ચે વધુ બબાલ થતા થોડી વારમાં વાત ઉપલા અધિકારી ખાખીધારીઓને કાને જતા ઉપલા અધિકારીઓને પણ સ્થળ પર આવવાની ફરજ પડતા મામલો થાળે પાડી દેવાયો હતો અને આ થાળે પળેલા મામલા બાદ આ મહાશય રાજકારણી અને ઉપલા અધિકારીઓ ભુજની બસ સ્ટેન્ડ ચોકીમાં બેસી “ઠંડા ઠંડા કુલ કુલ” નાળિયેર પીવા લાગ્યા જે નાળિયેરનો તમામ ખર્ચો આ મહાશય રાજકારણીએ આપ્યો અને જે ખાખીધારી મહિલા કર્મચારી સાથે બબાલ થઈ તેને પણ નાળિયેર પી લેયો અને જે થયું એ હવે અહીંયા પૂરું થયુ એવું કહી અધિકારીઓની હાજરીમાં ખાખીને ખરીદવાની અને પોતે રાજકારણી ખાખીથી પણ ઉચ્ચ સ્થાન ધરાવે છે તેવું મોભો બતાવવાની કોસીષ કરાઈ હતી પણ મહિલા ખાખીધારી નાળિયેર તો શુ તે રાજકારણી અને અધિકારીઓના હાથનું પાણી પણ પીવાનું ટાળી દીધું હતું અને કહ્યું કે જે ખાખીધારી આવા રાજકારણીઓના ગુલામ બને અને પોતાના સ્ટાફના સપોર્ટમાં ના ઉભા રહે એવા અધિકારીઓના હાથનું મારે પાણી પણ ના જોઈએ. ખરે ખરે સલામ છે એ મહિલા ખાખીધારીને જેને ખાખીનું હકીકતે સન્માન જાળવ્યું છે.
નિતેશ ગોર : 9825842334