Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchNakhatrana

નખત્રાણા તાલુકાના સાયરા નજીક માધાપરના યુવાનની જમીનમાં દટાયેલી લાશ મળી

નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ અને સુખસાણ ગામ વચ્ચેની સીમમાંથી જમીનમાં દટાયેલી એક યુવાનની લાશ મળી આવી હતી ભુજ નજીકના માધાપર ગામના રાજેશ કોળી નામના યુવાનની લાશ હોવાનું સ્પષ્ટ થયું છે નખત્રાણા પી.આઈ બી.જી. ભરવાડના જણાવ્યા પ્રમાણે મરણ જનાર રાજેશ અહીં ખેતી કામમાં મજૂરી કરતો હતો તેની લાશ દટાયેલી હાલતમાં મળી આવતા મરણ જનારની હત્યા થયાની શંકા છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખરી હકીકત સ્પષ્ટ થશે દરમિયાન મળતી માહિતી પ્રમાણે ખેત મજૂરી કરતા ૨૮ વર્ષીય આ યુવાનની પત્નીનું થોડા સમય અગાઉ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયેલું છે તો એવી પણ એક હકીકત ચર્ચામાં આવી છે કે આ યુવાન પ્રેમ પ્રકરણમાં વિવાદમાં આવ્યો હતો અને તેની પ્રણય ત્રિકોણ આ મામલે હત્યા થયાની શક્યતા જોવાઇ રહી છે જોકે હાલ તુરંત મોતનું કારણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ મામલે સચોટ હકીકત સ્પષ્ટ થતી નથી પરંતુ મરણ જનારની લાસ દટાયેલી હોય તેની હત્યા થયાની શક્યતા નકારાતી નથી.

નિતેશ ગોર : 9825842334

Related posts

અદાણી ટ્રાન્સમિશને પશ્ચિમ બંગાળમાં 1300 કરોડની એન્ટરપ્રાઇઝ મૂલ્યથી કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન પાસેથી અલીપુરદુઆાર ટ્રાન્સમિશન હસ્તગત કરી

Kutch Kanoon And Crime

યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા સંચાલિત વલ્લભ વિદ્યાલય (મુન્દ્રા) ખાતે અદાણી પોર્ટસ એન્ડ સેઝ મુન્દ્રાનાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી રક્ષિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

Kutch Kanoon And Crime

ફેમ ઇન્ડિયા – એશિયા પોસ્ટે જાહેર કરેલ ૨૫ શ્રેષ્ટ સાંસદોમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા

Kutch Kanoon And Crime

Leave a comment