Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન

◆ મુન્દ્રામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી : દિવ્યાંગ પરિવારો બન્યા સ્વનિર્ભર…

◆ દિવ્યાંગોને સ્વનિર્ભર કરવાનો નવતર પ્રયાસ : અન્ય સંસ્થાઓને પણ જોડાવા અનુરોધ…

◆ આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે મુંદ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા કાયર્ક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે નવતર પ્રયાસના ભાગ રૂપે દિવ્યાંગોને સ્વનિર્ભર કરવાના પ્રયાસમાં દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું…

◆ વિશ્વ દિવ્યાંગ દિવસે સામાન્યત સહાયતા તથા અભિવાદન સમારંભ કરવામાં આવતા હોય છે, પરંતુ આ કાર્યક્રમની ઉજવણી અનોખી રીતે કરતાં, દિવ્યાંગઓ માટે રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના ફળશ્રુતિ સ્વરૂપે આજે ઘણા દિવ્યાંગ પરિવારો સ્વનિર્ભર બન્યા હતા…

◆ અદાણી ફાઉન્ડેશન હરહંમેશ દિવ્યાંગ લોકોનાં ઉત્થાન અર્થે અગ્રેસર રહ્યુ છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ 455થી પણ વધુ લાભાર્થીઓ સુધી પહોચાડવામાં આવ્યો છે. આ ઉપરાંત 35 દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે જાત-મહેનત દ્રારા આજિવિકા મેળવી શકે તે માટેનાં સઘન પ્રયત્નો થયેલ છે…

◆ આ કાર્યક્ર્મની શરૂઆત આમંત્રીત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત તથા છોડ-રોપાને પાણી આપીને કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમને આગળ વધારતા માવજીભાઇ બારૈયાએ એમના પ્રવચનમાં કહ્યું હતું કે સુખ-દુખ તડ્કો-છાયો બધાનાં જીવનમાં આવવાનો જ છે, પણ આપણામા રહેલી આવડતનો ઉપયોગ કેમ કરવો અને આગળ કેવી રીતે આવું એ અગત્યની બાબત છે. જેમાં મેઘજીભાઇ સોઢમએ ઉમેર્યું હતું કે દિવ્યાંગો રોજગારી આપવી એ એક પુણ્યનું કામ જે કાર્ય અદાણી ફાઉન્ડેશન કરી રહ્યુ છે, વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ ઐઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારશ્રી તરફથી 500/- રૂપીયા આપવામાં આવે છે જેનો લાભ અંગે પરિચિત કર્યા હતા. આ સાથે તાલુકા હેલ્થ ઓફીસ દ્વ્રારા દિવ્યાંગોના આયુષ્યમાન કાર્ડ અને જે દિવ્યાંગોને કોવીડ વેકસીન બાકી હતી તેમને વેકસીન આપવામાં આવી હતી. KCRC માથી આવેલ શ્રી અરવિંદભાઇ દ્રારા પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, આજે વિશ્વ દિવ્યાંગ દિવસે કોર્પોરેટ, સરકારી વિભાગ, દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓનો ત્રીવેણી સંગમ થયો છે, તથા અદાણી ફાઉન્ડેશનના કાર્ય ને 108 સેવાઓ સરખાવી હતી. તેમજ KCRC સંસ્થા દ્રારા દિવ્યાંગોના ઇ-શ્રમકાર્ડ કાઢવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ સમાજ સુરક્ષા અધિકારી શ્રી રોહડીયા સાહેબ એ શુભકામનાઓ પાઠવી હતી. તથા આવનાર સમયમાં અદાણી ફાઉન્ડેશન આવા જ ઉમદા કર્યો કરતું રહે એવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પંક્તિબેન શાહ દ્રારા જણાવવામાં આવ્યુ હતું કે, આજ રોજ 14 જેટલી વિવિધ કંપનીઓ દ્રારા દિવ્યાંગઓ માટે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા જેમાં 14 દિવ્યાંગઓને નોકરી મેળવી પગભર બન્યા હતા. અને આ પ્રસંગે ઉપસ્થિત સર્વે દિવ્યાંગો તથા અધિકારીગણોનો હાર્દિક આભાર માન્યો હતો. આ દિવ્યાંગ રોજગાર મેળા તથા “આંતરરાષ્ટીય દિવ્યાંગ દિવસ“ની ઉજવણીનાં ભાગ રૂપે અદાણી પોર્ટસ અને એસ.ઇ,ઝેડ લીમીટેડનાં એક્સિક્યુટિવ ડાઇરેક્ટર શ્રી રક્ષિતભાઇ શાહ દ્વારા ઉપસ્થિત તમામ દિવ્યાંગોને અભિનંદન પત્ર આપવામાં આવ્યું હતું, ઉપસ્થિત તમામએ એસ.ઇ.ઝેડ.ની ઇન્ડસ્ટ્રીનો આભાર માન્યો હતો. તાલુકા હેલ્થ ઓફીસર એ અદાણી ફાઉન્ડેશનની દિવ્યાંગો માટેની કામગીરી બદલ પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ હતો.

◆ વિશ્વ વિક્લાંગ દિવસ…
સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર એ વિશ્વ વિક્લાંગ દિવસ તરીકે મનાવાય છે, આના ઇતિહાસ ઉપર નજર કરીએ તો, યુનાઇટેડ નેશન્સે જનરલ એસેમ્બ્લી રેઝોલ્યુશનમાં 1992માં આની જાહેરાત કરી હતી, જેનો ઉદેશ્ય તમામ ક્ષેત્રોમાં વિકલાંગોના અધિકારો અને ક્લ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. તદઉપરાંત રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્ક્રુતિક જીવનનાં દરેક પાસામાં વિકલાંગ વ્યક્તિઓની પરિસ્થિતી વિશે જાગરૂતતા વધારવાનો રહ્યો છે. દર વર્ષે આજના દિવસે ઉજવાતા આ દિવસની આ વર્ષની થીમ “Leadership and Participation of Persons with Disabilities towards an inclusive ,accessible and sustainable Post Covid-19 world” છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

28 જુલાઈ ‘વિશ્વ હીપેટાઈટીસ દિવસ’ ઉજવણી કરાઇ

માંડવી બીચ પર ઘોડા ચલાવી રોજગારી મેળવતો મસ્કાના આધેડ શ્રમજીવીએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી

Kutch Kanoon And Crime

આ વિકાસ થઈ રહ્યું છે કે વિનાશ… ધરતી પુત્રોની અટકાયત કરી નખત્રાણાના કોટડા(જ.)થી છેક નલિયા લઈ જવાયા..!

Leave a comment