ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા અને બાઈક રીપેરીંગનું કામ કરતા સુરેશ કશ્યપ નામના મૂળ રાજસ્થાની યુવકની આજે સમી સાંજે કરપીણ હત્યા થઈ ગઈ હતી સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા અને પોતાના ઘરે જ ગેરેજનું કામ કરતા સુરેશ કશ્યપ નામના 45 વર્ષીય યુવક પર ભરત ફફલ નામના યુવકે છરીથી ઘાતક હુમલો કરી સુરેશ કશ્યપનું ઢીમ ઢાળી દીધું હતું. અત્યારની આ ઘટના પાછળ આરોપી ભરતની બહેન પર મરણ જનાર યુવકે નજર બગાડવાની વાત સામે આવી રહી છે જોકે ગાંધીધામ પોલીસે આ અંગે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334