Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ખાખી પર હુમલો કરવાની ગુસ્તાખી કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસે ખો ભૂલાવી દીધી : 22 જણાની ધરપકડ

બે દિવસ અગાઉ ખાવડા પાસેના જુણા ગામે ખાવડા પોલીસ પાર્ટી પર હુમલાની બનેલી ઘટના અનુસંધાને પોલીસે અલગ-અલગ ટીમો રચીને હુમલાખોર તત્વોને શોધી કાઢવા હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન આજે સાંજે પોલીસ પર હુમલો કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 22 ઇસમોને પકડી પાડયા છે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગેરકાયદેસર ખનીજ ચોરી અને રોયલ્ટી ચોરી કરીને ધુમાડે ચડેલા તત્વો દ્વારા પોલીસ પાર્ટી પર હુમલાના પ્રયાસ પછી અત્યંત ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આ મામલે બોર્ડર રેન્જ આઈ.જી સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયા દ્વારા તાબાના અધિકારીઓને ખાસ સુચના સાથે હુમલાખોરોને શોધી કાઢવા સૂચના અપાયા બાદ અલગ અલગ ટીમો બનાવીને પોલીસે હુમલાખોર તત્વોને શોધી કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આજે સાંજે 22 જેટલા શખ્સો પોલીસના હાથે ચડી ગયા બાદ મુખ્ય સૂત્રધાર સુલેમાન સાધક સમા પણ હાથ ચડી ગયો હતો રોયલ્ટી અને ગેરકાયદેસર ખનીજ ચોરીનો કારોબાર કરીને ફાટીને ધૂમાડે ચડેલા આ તત્વોને આખરે પોલીસે બરાબરનો પરચો બતાવ્યો હતો તેમાં પણ હવામાં ઉડતા સુલેમાનને ખાવડાની ભર બજારે ફેરવીને પોલીસે તેની હવા કાઢી નાખી હતી અને સુલેમાનના સીન સપાટાનો અંત આણી દીધો હતો. આ સાથે જ આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી પથ્થર ખનન કરતા અને રોયલ્ટી ચોરી કરતા તત્વો પર ઘોસ બોલાવી હતી અને 50થી વધુ વાહનો કબ્જે કર્યા હતા આ ઉપરાંત ગેરકાયદેસર કોલસા કારોબારનો પણ પોલીસે પર્દાફાશ કરી ખાખી સામે આંખ ઊચી કરનાર તત્વોને કાયદાનો પરચો બતાવ્યો છે. તો પોલીસની આ કડક કાર્યવાહીની ઠેરઠેર પ્રશંસા થઈ રહી છે.

નિતેશ ગોર : 9825842334

Related posts

બનાસકાંઠા : પાલનપુરમાં DILR કચેરીના બે સર્વેયર રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા…

Kutch Kanoon And Crime

સાવધાન સરકાર…જો જો સિંધોડી મોટી ગામને હિજરત કરવા મજબૂર ન થવું પડે..!!?

Kutch Kanoon And Crime

ભુજની જનરલ હોસ્પિટલમાં નાસી જવાનો પ્રયાસ કરનાર સહીત ચાર આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા

Leave a comment