Kutch Kanoon And Crime
GujaratKutchMandviSpecial Story

સ્પંદન આર્ટસ એકડેમી માંડવી દ્વારા ફિટનેશની તાલીમ અપાઈ…

સ્પંદન આર્ટસ એકેડમી માંડવીમાં બાળકોના વિકાસ તથા કૌશલ્યોને ધ્યાનમાં રાખી તેમજ દરેક બાળકો તેમજ યુવાનોને ફીટનેશની તાલીમ આપવામાં આવી હતી. જેથી યુવા વર્ગ પોતાની શારીરિક ક્ષમતા તેમજ ખેલાડી તરીકેનું પોતાનું અમૂલ્ય યોગદાન આપણા દેશના રાષ્ટ્ર માટે આપી શકે. જ્યારે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવેલ હતી જે હેતુ સાથે કરવામાં આવી છે તે હેતુ આજે સંસ્થા પૂરું પાડે છે સંસ્થા હંમેશા સેવાભાવી દાતાશ્રીઓના સાથ સહકારથી ચાલતી હોય છે એવામાં આ સંસ્થાનું મુખ્ય દાતાશ્રી તેમજ જેમને સમાજની સેવા કાર્ય માટે હર હંમેશ ભેખધારણ કરી હોય તેવા આપણા સૌના લોકલાડીલા માનનીય શ્રી બીપીનભાઈ ગાલા તારીખ 11/7/2024 ના રોજ સંસ્થાની મુલાકાત લીધેલ હતી. જ્યાં હાલમાં લોનટેનિસ સ્કેટિંગ કરાટે બેડમિન્ટન જીમ ફિટનેસ સેન્ટર જેવી વિવિધ રમતોનું નિષ્ણાંત કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ જોઈને શ્રી બીપીનભાઈ ગાલાએ ભારોભાર પ્રશંસા કરેલી હતી. આ સંસ્થાના ખેલાડીઓ નેશનલ કક્ષા પર વિવિધ મેડલ લઈ આવેલ છે જે માત્ર સંસ્થા જ નહીં પરંતુ સમગ્ર માંડવી તેમજ તાલુકા માટે ગૌરવની વાત કહી શકાય. ડોક્ટર પરાગભાઈ મર્દાનિયા સંસ્થાના ચેરમેન દ્વારા માનનીય શ્રી બીપીનભાઈ ગાલાને સંસ્થાના કાર્યથી માહિતગાર કરવામાં આવેલ તેમજ ભવિષ્યમાં હજુ આગળ નવી રમતોની સગવડતા માટે સંસ્થાના પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવેલ ‌હતી. આ પ્રસંગે ડોક્ટર નિર્જરીબેન મર્દાનિયા, ડોક્ટર લાલજીભાઈ વાઘિયાણી, શ્રી લક્ષ્મીશંકરભાઈ જોશી, શ્રી આશુતોષભાઈ વ્યાસ, શ્રી ભાવેશભાઈ સોની, શ્રી ગૌરવભાઈ રાજગોર, શ્રી અરવિંદભાઈ સંઘાર, શ્રી મિહીરભાઇ શાહ, શ્રી માધવીબેન જોશી, શ્રી રામભાઈ, તેમજ સંસ્થાના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા.

અહેવાલ સુનીલ મોતા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

જયંતિ ભાનુશાળી મર્ડર કેસના એક આરોપીને ગળપાદર જેલમાં સુવિધા આપવા બદલ રૂપિયા સવા લાખની લાંચ લેતા જેલના એક અધિકારી સહિત બે ઝડપાયા

Kutch Kanoon And Crime

૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન

Kutch Kanoon And Crime

ભુજ લોહાણા મહાજનના સેવાભાવી અને અનમ ગ્રુપના માલિક પરેશ અનમની રહસ્યમય આત્મહત્યા

Leave a comment