Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત શિબિર-2નું સફળ આયોજન…

ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત શિબિર-2નું લાઈન્સ હોલ ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એક માસીય આ વિશેષ કેમ્પમાં યોગ, વ્યાયામ, પ્રાણાયામ અને નૈસર્ગિક જીવનશૈલીના માર્ગદર્શન દ્વારા લોકોમાં વજન ઘટાડવા સાથે જીવન પ્રત્યે નવી ઉર્જા અને સકારાત્મકતા નિર્માણ કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો. શિબિરની વિશેષતા એ રહી કે તેમાં 100 થી વધુ લોકોએ સક્રિય ભાગ લીધો હતો. કેમ્પની શરૂઆતમાં તમામ સાધકોના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને વજનના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેથી સમયાંતરે તેમની તબિયતમાં થતા ફેરફારોને ટ્રૅક કરી શકાય. યોગ સાથે સાથે આયુર્વેદને પણ મહત્વ આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરીને નિષ્ણાત ડોક્ટરોથી માર્ગદર્શન મેળવાયું હતું. યોગ સાધકોને દરરોજ આરોગ્યવર્ધક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો, જેથી અંદરથી શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તી જળવાય. શિબિર દરમિયાન ગુજરાત યોગ કોઓર્ડિનેટર, યોગાચાર્યો અને યોગ બોર્ડ દ્વારા જીવનશૈલીમાં જરૂરી પરિવર્તન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેચરોપેથીના સ્તરીય ઉપચાર, કુદરતી રીતે થનારી સારવાર અને રોજિંદા જીવનમાં અપનાવી શકાય તેવી આરોગ્યપ્રદ પદ્ધતિઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સંપૂર્ણ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગગુરૂ. જોન કોડીનેટર. યોગ કોચ અને ટ્રેનરોની મહેનતથી સફળ કરવામાં આવ્યું હતું. આ શિબિર માત્ર વજન ઘટાડવા સુધી મર્યાદિત ન રહી, પરંતુ ભાગ લેનારાઓમાં સ્વસ્થ જીવન જીવવાની નવી પ્રેરણા પેદા કરી, જે તેનો મુખ્ય હેતુ પણ હતો.

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ 

અહેવાલ પ્રતિનિધિ જૈમિનિ ગોર ભૂજ

Related posts

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ પૈકી માજી સરપંચ જયવીરસિંહ લોનાવાલા ખાતેથી ઝડપાઇ ગયો..

Kutch Kanoon And Crime

મોટી સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં વધુ 10 ચરસના પેકેટ મળી આવ્યા

Kutch Kanoon And Crime

લાયજા જમીન કૌભાંડ મામલે આજે વિધિવત રીતે CID ક્રાઇમ દ્વારા FIR સાથે પ્રભુ રામ ગઢવીની ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment