કચ્છની જળ સીમામાંથી ચરસના બિનવારસુ પેકેટ મળી આવવાનો સિલસિલો આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો છે આજે ફરી એકવાર ચરસના 3 પેકેટ મળી આવ્યા છે આજે બપોરે મળતી માહિતી પ્રમાણે ગઈકાલે શેખરણપીર ટાપુ પરથી બિનવારસી હાલતમાં ચરસના 13 પેકેટ મળી આવ્યા પછી હાથ ધરાયેલ ઓપરેશન દરમિયાન આજે બપોરે BSF જવાનોને વધુ 3 પેકેટ હાથ લાગ્યા હતા અત્યાર સુધી 20મી’ મે’ થી લઈને આજ દિવસ સુધી કુલ 68 ચરસના પેકેટ મળી આવ્યા છે જેની કિંમત એક કરોડથી વધુ અંદાજવામાં આવી છે સતત અને અવિરત એક સમાન પેકિંગમાં મળી આવતા ચક ચાર મચી ગયું છે. આ શાંત જણાતી કચ્છની દરિયાઈ સીમામાં કંઈક રંધાઈ રહ્યા હોવાના અણસાર આપી ગયા છે આજે બપોરે સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે BSF ને વધુ 3 પેકેટ શોધી કાઢવામાં સફળતા મળી છે હજુ પણ કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી ચરસનો જથ્થો મળી આવવાની પૂરેપૂરી શક્યતા જોવાય છે
પ્રકાશિત – નિતેશ ગોર : 9825842334