Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

કચ્છની જળ સીમામાંથી ચરસનો જથ્થો અવિરત મળવાનું ચાલુ : શેખ રાણ પીર ટાપુ પરથી વધુ ૧૩ પેકેટ મળી આવ્યા… કુછતો ગડબડ હૈ

કચ્છની જળ સીમામાં થી છેલ્લા કેટલાક દિવસોથી ચરસના બિનવારસુ પેકેટ મળી આવવાનો સીલસીલો અવિરત ચાલુ રાખતી ઘટનામાં આજે BSF અને નેવીના જવાનોની પેટ્રોલિંગ દરમિયાન જખો નજીકના શેખ રાણ પીર ટાપુ પરથી બિનવારસી હાલતમાં વધુ 13 પેકેટ ચરસના મળી આવ્યા હતા. ડિફેન્સ પી.આર.ઓ પુનિત ચટાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે શેખ રાણા પીર ટાપુ પર પેટ્રોલિંગ દરમિયાન BSF જવાનો અને નેવીના અધિકારીઓ તપાસણી કરતા હતા તે દરમિયાન 13 પેકેટ ચરસના મળી આવ્યા હતા અગાઉ આ જ સ્થળેથી ૨૪ લાખની કિંમતના ચરસના ૧૬ પેકેટ મળી આવ્યા. પછી 19 પેકેટ ક્રિક વિસ્તારમાંથી મળ્યા હતા. ઉપરા ઉપરી બિનવારસી હાલતમાં મળી આવતા ચરસના પેકેટોના કારણે BSF અને ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓ દ્વારા ક્રીક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારાની સાથે આવા નશીલા પદાર્થોના પેકેટ શોધી કાઢવાનું ઓપરેશન હાથ ધરાયું છે. જેના ભાગરૂપ આજે શેખ રાણ પીર ટાપુ પરથી વધુ 16 પેકેટ મળી આવ્યા હતા. અત્યાર સુધી લગભગ 74 લાખની કિંમતના 49 પેકેટ કબજે કરાયા છે આ તમામ જથ્થો અહીં લાંબા સમયથી પડયો હોવાની શક્યતા સાથે વર્તમાન સમયમાં શંકાસ્પદ ચહલ પહલ પર નજર રખાઈ રહી છે નોંધનીય છે કે કચ્છમાં છેલ્લા એક-દોઢ વર્ષથી નશીલા પદાર્થોના પેકેટ મળી આવવાની ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે શાંત ગણાતા કરછ જિલ્લામાં પણ કુછ તો ગડબડ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. ઉપરા ઉપરી ચરસના પેકેટ મળી આવવાની ઘટનાએ વિવિધ સલામતી તંત્રો અને ખુફિયા એજન્સીઓમાં હલચલ મચાવી દીધી છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં સરહદી કચ્છ જિલ્લામાં સનસનીખેજ ધડાકા પણ નકારી શકાતી નથી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

સરકાર કહે છે ઓનલાઈન અભ્યાક કરો… પિતાએ 15 વર્ષના દીકરાને મોબાઇલથી દુર રહેવા કહ્યું ને દીકરાએ કર્યો આપઘાત

Kutch Kanoon And Crime

કંડલા એસઈઝેડમાં ફેક્ટરીમાં ભયાનક આગ : યુનિફોર્મ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નુકસાન

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસે 7 જેટલી બાઇક ચોરનાર બિહારી યુવકને ઝડપી લીધો

Kutch Kanoon And Crime

Leave a comment