ભુજ ખાતે જિલ્લા સેવા સદનમાં મહેસુલ વિભાગના નાયબ મામલતદાર અજીતસિંહ જાડેજાનું નિધન થતાં કલેકટર પ્રવીણા ડી.કે., આસિસ્ટન્ટ કલેકટર મનીષ ગુરવાણી, નિવાસી કલેકટર કુલદિપસિંહ ઝાલા, તેમજ કચેરીના અધિકારી કર્મચારીઓ દ્વારા મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. યુવાન વયના નાયબ મામલતદાર જાડેજાનું દુઃખદ નિધન થતાં કર્મચારીઓએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી.
કલેકટર કચેરી આવતા અરજદારોમા પણ સન્નાટો છવાઈ ગયો છે. કેમ કે સ્વ. જાડેજાએ ક્યારે પણ કોઈ અરજદારને ખોટી સલાહ આપી નથી દરેક આવતા અરજદારને સાચી માહિતી અને સાચી દિશા બતાવતા હતા જેથી અરજદારોને સ્વ. જાડેજાના નિધનના સમાચાર મળતા તેઓની આંખોમાં આંસુ સારી પડ્યા હતા. કલેકટર કચેરીના દરેક કર્મચારીઓ સાથે હળી મળીને કામ કરતા સ્વ. જાડેજાની પરમ આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334