Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

સફેદ રણ ફરવા આવેલા અને રિસોર્ટમાં નાઈટ હોલ્ટ કરનાર પ્રવાસીના ટેન્ટમાંથી લાખોની ચોરી

કચ્છમાં સફેદ રણ જોવા આવેલ ગુજરાત બહારના પ્રવાસીઓ ભુજ ખાતે પોતાના મિત્રોને ત્યાં રોકાયા બાદ ગઈકાલે સફેદ રણ જોવા માટે ધોરડો ગયા પછી ડીઝાર્ટ ઇન રિસોર્ટમાં રાત્રી રોકાણ કર્યું હતું આ દરમિયાન રાત્રિના બે વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધીના ગાળા દરમિયાન આ પ્રવાસીઓ જ્યાં રોકાયા હતા એ ટેન્ટમાંથી રોકડ, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળીને કુલ 7 લાખ 14 હજારના મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી. કચ્છમાં ખાસ કરીને વાઈટ રણ જોવા આવતા પ્રવાસીઓમાં જાણીતી ડીઝાર્ટ ઇન રિસોર્ટ નામની હોટેલમાં બનેલી આ ઘટનાએ અનેક સવાલો ખડા કર્યા છે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે પ્રકાશમાં આવેલી આ ઘટનાને દબાવવાના પ્રયાસ પણ થયાનું મનાય છે જોકે આ બાબતે ખાવડા પોલીસમાં ભુજના નીરવ પટેલ નામના યુવાન દ્વારા ફરિયાદ નોંધાવાઇ હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે ભીંરંડિયારાથી સફેદ રણ સુધીના વિસ્તારમાં આવેલી હોટેલ અને રિસોર્ટ પૈકી કેટલી રિસોર્ટ મોટા માથાઓની હોવાનું માનવામાં આવે છે. રિસોર્ટમાં બનતી ચોરી કે દાદાગીરી જેવી ઘટનાઓને રિસોર્ટ બદનામ ન થાય એ માટે આવી ઘટનાઓને દબાવવાના પ્રયાસ પણ થતા હોય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજના હૃદયસમાં હમીરસર તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

Kutch Kanoon And Crime

રાતોરાત કરોડપતિ બનવા તોડ કરતા ફોલ્ડરિયા પ્રતિનિધિ સહિત તંત્રીની પણ ધરપકડ

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં જુગારધામ પર પોલીસનો દરોડો : 6 જુગારીઓ 62 હજાર રોકડા સાથે ઝડપાયા…

Kutch Kanoon And Crime

Leave a comment