Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeKutch

અંજાર પોલીસની સુંદર કામગીરી જુગારનો કેશ શોધી કાઢયો

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી બોર્ડેર રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ પૂર્વ કચ્છ ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન જુગારના કેસો શોધવા માટે પોલીસ ઇન્સ. એ.જી. સોલંકી, અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.આઇ.ને બાતમી મળેલ હતી કે રાઘવ રેસીડેન્સીમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપિયા હાર-જીતનો જુગાર રમાડે છે જેથી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા 6 આરોપીઓને પકડી પાડેલ છે જેમાં મુદ્દામાલ કબ્જે કરી આ ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓ (1) જયંતીભાઈ પરસોતમ વારૈયા ઉંમર વર્ષ ૪૮ રહે મકાન નંબર ૫૮ લાયન્સ નગર અંજાર, (2) અમિત ભીમજી પ્રજાપતિ ઉંમર વર્ષ ૩૬ રહે મકાન નંબર 97 સ્વામી વિવેકાનંદ સોસાયટી અંજાર (3) પ્રવીણ કેશવલાલ ઓઝા ઉંમર વર્ષ ૪૪ રહે મકાન નંબર ૨૭ પ્રજાપતિ છાત્રાલય અંજાર, (4) દિપક મોહનલાલ પ્રજાપતિ ઉંમર વર્ષ ૩૫ રહે મકાન નંબર ૫૮ રોટરી નગર અંજાર, (5) હિતેશ ડાયાલાલ ઠાકર ઉંમર વર્ષ 43 રહે મકાન નંબર ૬૮ મ કલેશ્વર નગર અંજાર, (6) જીતેન્દ્ર મલુભાઈ વારૈયા ઉંમર વર્ષ ૪૯ રહે રાઘવ રેસીડેન્સી અંજારની ધરપકડ કરી તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 23,320/- રૂપિયા પુરા મોબાઈલ ફોન નંગ છ કિંમત 25,500/- વાહન નંગ ૩ કિંમત રૂપિયા 75000 ગંજીપા મુદ્દામાલ કુલ કિંમત રૂ 1,23,820/- કબ્જે કરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકી, સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્ર પુરોહિત, પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જાડેજા, નિલેશગીરી ગોસ્વામી, વનરાજસિંહ દેવલ સાથે રહેલ હતા.

સ્ટોરી : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલા વાયોર ગામે ઈદની ઉજવણી કરાઇ

Kutch Kanoon And Crime

હનીટ્રેપના મામલામાં ધરપકડ કરેલ મનીષા ગૌસ્વામીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર

અદાણી સંચાલિત જી.કે.માં નર્સિંગ સુપ્રિ. નિમાયા

Leave a comment