Kutch Kanoon And Crime
Breaking NewsSpecial Story

પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, કહીને ભારતને સાવધાન રહેવાની વણમાંઘી સલાહ આપનાર મણિશંકર ઐયર માનસિક સમતુલા ગુમાવી ચૂક્યા છે

ભારતનું અન્ન ખાઈને ઉછર્યા બાદ પાકિસ્તાનના નામે ઓડકાર ખાનાર કોંગ્રેસી નેતા મણિશંકર ઐયર સંપૂર્ણ રીતે માનસિક સમતુલા ગુમાવી ચૂક્યા છે અથવા તો થોડા વર્ષો અગાઉ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તેમના પેટમાં ગયેલા હરામના (પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ભારતના દુશ્મન એવા એક આતંકીની મહેમાન ગતિ માણી હતી) અન્નના ઓડકાર આવતા થયા છે. તાજેતરમાં કોંગ્રેસી નેતા મણિશંકર ઐયર દ્વારા એક મીડિયા ગ્રુપને મુલાકાત દરમિયાન પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ દર્શાવતા કહ્યું હતું કે પાકિસ્તાન સાથે સુમેળ ભર્યા સંબંધો બનાવવા જોઈએ કારણકે પાકિસ્તાન પાસે અણુ બોમ્બ છે. મણિશંકર ઐયરની આ વિકૃત માનસિકતા છતી કરે છે, વયો વૃદ્ધ અવસ્થામાં આવો નિવેદન શરમજનક છે વૃદ્ધાવસ્થામાં તેમના આ નિવેદનથી સવાલ એ ઊભો થાય છે કે શું કોંગ્રેસ પાસે આવા માનસિક સમતુલા ગુમાવી ચૂકેલ નેતા જ બચ્યા છે..? ઐયરના આ નિવેદનથી સમગ્ર દેશમાં તેમના પ્રત્યે ફિટકારની લાગણી ફેલાઇ છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ મણિશંકર ઐયરના આ નિવેદનને માત્ર પોતાનું વ્યક્તિગત નિવેદન ગણાવી છટકવું ન જોઈએ પરંતુ મણિશંકર ઐયરને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા જોઈએ. યાદ રહે આવા નેતાઓના અભદ્ર અને દેશ વિરોધી ગણાય તેવા નિવેદનોના કારણે જ કોંગ્રેસની હાલત ખસ્તા હાલ થઈ છે.

પ્રકાશિત કાંતિ ગોર – 9825255934

Related posts

ભુજમાં માનસિક અસ્થિર યુવતી સાથે અઘટિત ઘટના બને તે પહેલા યુવાનોએ બચાવી લીધી…

Kutch Kanoon And Crime

ગુજસીટોક હેઠળના કેસો ચલાવવા માટે કચ્છમાં સ્પેશિયલ પી.પી. તરીકે કલ્પેશ ગોસ્વામીની વરણી

Kutch Kanoon And Crime

કોઠારા ગામે કૂવામાંથી મળેલી યુવાનની લાશમાં હત્યાનો પર્દાફાશ થયો

Kutch Kanoon And Crime

Leave a comment