Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા ખાતે ૧૭ લાખની ઠગાઇના ગુનામાં સાત મહિનાથી ફરાર આરોપીને મુન્દ્રા પોલીસ અને પશ્ચિમ કચ્છ પોલીસની પેરોલ ફર્લો ટીમે રાજસ્થાનથી ઝડપી પાડયો

મુન્દ્રા ખાતે ગત વર્ષ દરમિયાન એટલે કે સાત મહિના પહેલા ૧૭ લાખ રૂપિયાની ઠગાઇ એક ફરિયાદ મુન્દ્રા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી આ ફરિયાદ અનુસંધાને સાત મહિનાથી ફરાર થઈ ગયેલા મુકેશકુમાર શ્રીકલ્યાણ સહાય મીના નામનો આરોપી હાથ પડયો હતો આ અંગે બોર્ડર રેન્જના આઈ.જી સુભાષ ત્રિવેદી, પશ્ચિમ કચ્છ પોલીસવળા સૌરભ તોલંબિયાની સૂચના પ્રમાણે પી.આઈ પી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના એસ.આઈ., એમ.કે. ચૌધરી, મુન્દ્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવરાજ ગઢવી, સુરેશ ચૌધરી, પેરોલ ફર્લોના હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા વગેરે રાજસ્થાન પહોંચી આરોપી મુકેશ કુમાર મીના પોતાના ગામ બાગડી મુકામે હોવાની બાતમી મળતા થાનાગંજ તાલુકાના બાઘરી મુકામે દરોડો પાડી આરોપીને પકડી પાડ્યો હતો મુકેશકુમાર મીના નામના આરોપીને પકડી મુન્દ્રા પોલીસ સ્ટેશનના હવાલે કરાયો છે

સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 982584334

Related posts

શબ્દ તનિકા પુસ્તક વિમોચન અને નિર્મોહી કાવ્યોત્સવ કવિ સંમેલન કાર્યક્રમનું સફળ આયોજન

Kutch Kanoon And Crime

ગઢશીશા – મિત્રો વચ્ચેના નાણાંના હિસાબના મનદુઃખે જીવ લીધો : પાર્ટનરે મિત્રની છરી મારી હત્યા કરી આત્મસમર્પણ કર્યું…

Kutch Kanoon And Crime

વાગડ વિસ્તારના રાપર ખાતે ધારાશાસ્ત્રીની થયેલી હત્યા મામલે SITની રચના

Kutch Kanoon And Crime

Leave a comment