Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchPolitics

તારાચંદભાઇ છેડાની કચ્છ પ્રત્યેની સાચી વેદનાથી અનેકને પેટમાં ચૂંક ઉપડી

તાજેતરમાં કચ્છના અગ્રણી અને રાજ્યકક્ષાના માજી મંત્રી તારાચંદભાઈ છેડાએ નર્મદા કેનાલના બાકી રહી ગયેલા કામ અને નર્મદાના નીરનો પ્રશ્ન છેક વડાપ્રધાન શ્રી સુધી રજૂઆત કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે કચ્છની જનતાને શ્રી તારાચંદભાઇએ ઉઠાવેલો અવાજ વ્યાજબી અને સમય ઉચિત લાગ્યો છે પરંતુ કઈ કેટલાય કહેવાતા નેતાઓને પેટમાં એકા એક ચૂંક ઉપડી છે અને એ નેતાઓએ રાજ્ય સરકારનો બચાવ કરવાની અને તારાચંદભાઇની રજુઆતને ખોટી ખેરવીને કચ્છની જનતાના અવાજને લાગણી અને માગણીને દબાવવાની કોશિશ કરી છે ત્યારે પ્રશ્ન એ થાય કે પ્રજાના મતોથી ચૂંટાઈ આવનારા એ નેતાઓ સ્થાનિક પ્રજાના બદલે સત્તાધારી પાર્ટીના સહયોગ માટે જ ચૂંટાઈ આવ્યા છે પ્રજાની પડખે રહેવાના બદલે સત્તાધારી પાર્ટીની સરકારની નિષ્ફળતા શા માટે ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે તારાચંદ છેડા સ્થાનિક નેતા છે અને સિનિયર કચ્છ માટે તેઓ સતત ઝઝૂમતા રહ્યા છે ત્યારે સાચી હકીકત પ્રશ્ને તેમને ખોટા પાડવાની રાજનીતિ શું વ્યાજબી છે ખરી..? કચ્છ માટે દિવા સ્વપ્ન બતાવતી સરકારને સાક્ષાત્કાર કરાવવું શું ગુનો છે..? શું સતત અન્યાય સામે મૌન રહેવું અને સરકારની ચાપલૂસી કરવી એ વ્યાજબી છે શા માટે શ્રી તારાચંદભાઇની વાતને સમર્થન નથી આપતા કચ્છની પ્રજા બધું જાણે છે તે સમજી લેવાની જરૂર છે કચ્છમાં કચ્છની પ્રજા સત્તાધારી પાર્ટી વિમુખ થાય તે પહેલા સત્તાધારી પાર્ટીના મોવડીઓ એ અને રાજ્ય સરકારે હકીકત જાણવી જોઈએ એમ નહીં થાય તો કચ્છમાં સત્તાધારી પાર્ટી માટે વિરોધ ઊભો થઈ શકે છે શ્રી છેડાની રજૂઆત કોઈ કાળે આસ્થાને નથી એ વાત રાજ્ય સરકારે પણ સમજી લેવી પડશે અને સાચી હકીકત નો વિરોધ કરનારા નેતાઓએ પણ કચ્છની પ્રજાના મિજાજ ને ઓળખી લેવું પડશે.

 

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુંદરામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ…

Kutch Kanoon And Crime

અંજાર કાયસ્થ બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ…

Kutch Kanoon And Crime

પર પ્રાંતિયોના આગમન સાથે ક્ચ્છમાં ક્રાઇમના કિસ્સા વધ્યા..! 38 વર્ષીય પરપ્રાંતીય યુવકે સગીર સાથે દુષ્કર્મ આચર્યું

Kutch Kanoon And Crime

Leave a comment