ભચાઉ મામલતદાર કચેરી ખાતે આજે પાટણ ACBની ટીમ દ્વારા ક્લાર્ક પિયુષભાઈ પી. વરમોરાને રૂપિયા ૨૫૦૦ લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા. સત્તાવાર મળતી માહિતી પ્રમાણે ફરિયાદીને સોલવંશી સર્ટીફીકેટ મેળવવાનું હોય તમામ આધાર પુરાવા રજુ કરાયા છતાં આરોપી ક્લાર્ક પિયુષ વરમોરાએ ફરિયાદી પાસેથી રૂપિયા 2500ની લાંચ માગી હતી. આ અંગે ફરિયાદીએ બોર્ડર રેન્જ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા ACBના મદદનીશ કે.અેચ. ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ પાટણ ACB પી.આઈ., જે.પી. સોલંકી પોતાની ટીમ સાથે ફરિયાદીને સાથે રાખી ભચાઉ મામલતદાર કચેરી ખાતે આરોપી પિયુષ વરમોરાને ફરિયાદી પાસેથી રૂપિયા 2500ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડી પાડયા હતા. કચ્છમાં રેવન્યુ ખાતાના કર્મચારી લાંચમાં પકડાતા સરકારી બાબુઓમાં ચકચાર મચી ગઇ છે.
અહેવાલ : પૂર્વ ક્ચ્છ બ્યુરો
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334