જિલ્લાભરમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે નાના-મોટા ગામડાઓમાં ડેમો, તળાવ ઓગની ગયા હતા. ત્યારે ભ્રષ્ટાચારના પાપે નાના-મોટા રોળ રસ્તાઓ ધોવાઈ ગયા હતા. એવામાં વાગડ વિસ્તારના લાકડાવાંઢની જો વાત કરવામાં આવે તો લાકડાવાંઢ વાગળ વિસ્તારના છેવાળાનું ગામડું છે હાલ ભારે વરસાદના લીધે ગામની અંદર અવર-જવર કરતો એક જ રસ્તો જે ડેમના ઓગન બાજુ આવેલો છે તે રસ્તો પણ ડેમના ઓગનથી બંધ થઈ ગયો હતો. એવામાં ૩૧/૮/2020 ના રોજ બીજલભાઇ ભુરાભાઈને કોઈ જીવ જંતુ કરડી જતા તેને તાત્કાલિક સારવારની જરૂરત પડતા તેને સારવાર ન મળતાં તેનું મૃત્યુ થયું હતું.
બીજી બાજુ ૧/૯/૨૦૨૦ના રોજ લાકડાવાંઢમાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા માટે આખા ગામમાં ભાગ દોળ મચી ગઇ હતી ત્યારે તાત્કાલિક પ્રસુતિ / ડિલિવરી કેસ માટે 108ને બોલાવવામાં આવી હતી પણ ડેમની ઓગનનું પાણીએ 108 ને પણ રસ્તો ન આપતા તે મહિલાને ત્યાંના રહેવાસીઓની જાનના જોખમે હેમ ખેમ જીપ દ્વારા વહેતા વહેંણમાંથી પસાર થઈને સારવાર આપવામાં આવી હતી. તો લાકડાવાંઢમાં આવેલ એક જ રસ્તા છે જેના ડેમના ઓગનનું પાણી ફરી વળતા ગામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગામલોકોની સરકાર સમક્ષ અપીલ છે કે લાકડાવાંઢમાં વ્યવસ્થિત અને સારો રસ્તો બનાવવામાં આવે જેથી કરીને કોઈને પોતાના જીવથી હાથ ગુમાવવો ન પડે તો આ સમગ્ર હકીકત જણાવતા લાકડાવાંઢના સરપંચશ્રીના પુત્ર સાથે અમારી ટિમ ક્ચ્છ કાનુન એન્ડ ક્રાઇમ ન્યૂઝ દ્વારા ટેલિફોનિક ચર્ચા કરતા તેમના જણાવ્યા પ્રમાણે લાકડાવાંઢ જેને સરકારીશ્રીની સુવિધાઓ આપવામાં આવે સાથે સાથે વ્યસ્થિત રોડ રસ્તા બને જેથી કોઈ અઘટિત ઘટના ન ઘટે.
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334