વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ગઇ કાલે માવઠાથી ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા ત્યારે ગત રાત્રે ઘુડખર અભયારણ્યમા લોકો ફસાયા હોવાનું ગત રાત્રીના આડેસર પોલીસ સ્ટેશનના PI., જે.એમ. વાળાને એક ફોન આવેલો, કે રાપર તાલુકાના વરણુ રણમાં ભારે વરસાદ અને પવનના કારણ ધ્રાગધ્રા તાલુકાના થરા ગામના પટેલ પરિવારના બારથી તેર માણસો રણમાં ફસાઈ ગયેલ છે અને તેમને મદદની જરૂર છે તેવો ફોન આવતા તરત જ PI., જે.એમ. વાળા આડેસર પોલીસ સ્ટાફને સ્થળ પર મોકલતા આડેસર પોલીસ સ્ટાફના માણસોએ જગ્યાએ જઈ સુખપર તેમજ વરણુ ગામના દસથી પંદર ગામ લોકો સાથે રહી ટ્રેકટરથી રણમાં ફસાયેલ માણસો પાસે જઈ તેમને રણમાંથી બહાર કાઢ્યા હતા આ દરમ્યાન રણમાં ફસાયેલ માણસોએ પોલીસ તથા ગામ લોકોનો આભાર માન્યો હતો અને વરસાદના તોફાનમા હેરાન પરેશાન થતાં બચી ગયા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334