Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutch

કચ્છ : લખપતના હરામીનાળા પાસે જોવા મળ્યા બે પાકિસ્તાની ડ્રોન…

કચ્છના સરહદી વિસ્તારોમાં ફરી એકવાર પાકિસ્તાની નાપાક હરકત સામે આવી છે. લખપતના હરામીનાળા નજીક બે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યાની માહિતી સામે આવી છે. BSF’ના ઉચ્ચ અધિકારીઓએ જાણકારી આપી છે કે દેશની સુરક્ષા સાથે ચેડાં કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવે છે. સીમા સુરક્ષા દળના (BSF) IG દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ બંને ડ્રોન પાકિસ્તાની હોવાની આશંકા છે. હરામીનાળા ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલી એક સંવેદનશીલ જગ્યા છે, જ્યાં આ પ્રકારની હરકતો પહેલા પણ સામે આવી છે. બીએસએફ’ની ટીમે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. સરહદી ગામડાઓમાં સલામતી વધારવામાં આવી છે અને સ્થાનિક લોકોને પણ સાવધ રહેવા અને કોઈ શંકાસ્પદ હલન ચલન જોવા મળે તો તરત જ જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. BSFના IG દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલે સંજોગો પર કડક નજર રાખવામાં આવી રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સિદ્ધપુર ખાતે ૪૫ લાખની ચોરીની ખોટી ફરિયાદ કરનાર ફરિયાદી ઈસમની ધરપકડ

Kutch Kanoon And Crime

કચ્છનો આદિત્યસિંહ જાડેજા બન્યો ક્રિકેટ જગતનો ઉગતો સુરજ

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છમાં ચિલ ઝડપ કરનારો અબ્દુલગની ઉર્ફે ગનીડાને અંજાર પોલીસે ઝડપી લીધો

Kutch Kanoon And Crime

Leave a comment