Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

10 કરોડના હની ટ્રેપ કાંડની કર્મ કુંડળી બનાવનાર રમેશ જોશીને આગોતરા જામીન ન મળ્યા

સમગ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર 10 કરોડના હની ટ્રેપ કાંડમાં 7 આરોપીઓ પૈકી ચાર આરોપીઓ પકડાઈ ચૂક્યા છે હવે 3 આરોપીને પકડવા બાકી છે જેમાં (અમુક કાંડો)માં અનેક લોકોને અગાઉથી આગાહી આપનાર એવા સેવા ભાવી મૂળ અબડાસાના લઠેડીના અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર કચ્છ લડાયક મંચના રમેશ જોષીના આગોતરા જામીન ગુજરાત હાઈ કોર્ટના ન્યાયાધીશ શ્રી નિર્જર દેસાઈએ ના મંજૂર કરતા પોલીસ તપાસ ટીમને રમેશ જોષીની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. રમેશ જોશી અને તેમના ભાઈને પોલીસનું સમન્સ મળતા બંને ભાઈઓ સામેથી હાજર થયા હતા જેમાં પોલીસની તપાસ સામે રમેશ જોષીના ધબકારા વધી ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે ભુજ અને ત્યારબાદ મુંબઈ રિફર કરાયું હતું. જ્યાં સારવારના બિછાનેથી રમેશ જોશીએ હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી જેમાં હાઈ કોર્ટના ન્યાયાધીશ શ્રી નીર્જર દેસાઈએ ગુન્હાની ગંભીરતા જાણી જામીન અરજી ના મંજૂર કરી હતી. હવે રમેશ જોષીની ધરપકડને કોઈ રોકી નહીં શકે તે સત્ય છે. જોકે ભલભલાની (કુંડળી)* જાહેર ખબર રૂપે પ્રકાશિત કરી એક પ્રતિષ્ઠિત સમાજ સેવક તરીકેની છાપ ઊભી કરી પોતાના ધાર્યા કામ કરાવતા હતા તેવી લોક ચર્ચા થઈ રહી છે. હવે સત્ય જે હોય તે પણ 10 કરોડના હની ટ્રેપ કાંડમાં આગોતરા ના મંજૂર થતાં હવે પોલીસની મહેમાનગતિ માણવી પડશે અથવા તો દેશની સર્વોચ્ચ અદાલત એટલે જે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તેવી એકમાત્ર ધરપકડ થી બચવા માટેની આશા બચી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

સુથરીના દરિયાકાંઠે ગઈકાલે દરિયામાં નાહવા પડેલા નલિયા એરફોર્સમાં ફ્લાઈટ લેફ્ટેનન્ટ અને તેની પત્નીના ડૂબી જવાથી મોત

મુન્દ્રા પોલીસે જુગારની રેડ કરતા “ખટાં ખટાં” કરતા 17 ખેલીઓ ઝડપાયા

Kutch Kanoon And Crime

માંડવીમાં કોરોના રસીકરણ અભિયાન સહાયતા કેન્દ્ર કેમ્પનું આયોજન કરાયું

Leave a comment