અંજાર શહેરમાં આવેલ ક્ષત્રિય સમાજ ભવન મધે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન ક્ષત્રિય સમાજના માતાઓ, બહેનો, દીકરીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રાજપુત ક્ષત્રિય સમાજને શોભે એ રીતે યુવા સભા દ્વારા નવરાત્રીનો આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના નવ દિવસ સુધી યુવા સભાના સભ્યો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.
આ સાથે વિજયાદસમીના રોજ સાંજે અંજાર શહેર તેમજ તાલુકાના ક્ષત્રિય ભાઈ બહેનો દ્વારા રાજપૂતિ પોશાક સાફા, પાઘડી, તલવાર સાથે અંજાર શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ સમાજ ભવન મધે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજના 139 તેજસ્વી તારલાઓનું ઇનામ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી દશરથસિંહ જખુભા જાડેજા પ્રમુખશ્રી અંજાર શહેર શત્રિય સમાજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. શ્રી પરાક્રમસિંહ ઝાલા દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334