મુન્દ્રા ગૌ રક્ષા સેવા સમિતિ દ્વારા ક્રુષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે મુન્દ્રા શહેર અને સોસાયટી વિસ્તારમાં દાતાશ્રી તરફથી ગાય માતા માટે 200 કીલો લાડવા ખવડાવવામાં આવ્યા હતાં. તે પ્રસંગે ગૌ રક્ષા સેવા સમિતી મુન્દ્રાનાં પ્રમુખ શ્રી રતનભાઈ ગઢવી, કચ્છ જીલ્લા પંચાયતનાં સભ્યશ્રી છાયાબેન વિશ્રામભાઈ ગઢવી તેમજ કચ્છ જીલ્લા પંચાયતનાં સભ્ય સલીમભાઈ જત તેમજ મુન્દ્રા ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ જેશર સામાજિક આગેવાન શ્રી સંજયભાઈ બાપટ, મુકેશભાઈ ગોર, કિશોરસિંહ પરમાર, ભાવનાબેન ગોર લીનાબેન મહેશ્વરી, તેમજ સમિતીનાં જીતુભાઈ ઠક્કર, શીવુભા રાઠોડ, રમેશભાઈ ધેડા, વિશાલભાઈ ભાટી વગેરે હાજર રહ્યા હતાં.
અહેવાલ – સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334