અંજાર તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર રાજીવ અરવિંદભાઈ અંજારિયાને હની ટ્રેકમાં ફસાવનાર મહિલા નર્મદાબેન દિનેશભાઈ વાળંદ આખરે પોલીસ પકડમાં આવી ગઈ હતી. પોલીસે આરોપણ મહિલા નર્મદાને અદાલતમાં રજૂ કરી આવતીકાલ 18’મી ઓક્ટોબર સુધી રિમાન્ડ મળતા તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઇ છે. અંજાર તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર રાજીવ અંજારિયા સાથે મિત્રતા કેળવી બાદમાં હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 50.000 રોકડ પડાવી લેનાર નર્મદાબેન દિનેશ વાળંદ સામે ગુનો નોંધાયા બાદ પોલીસે એક આરોપી ગુલામ મીરને પકડી પાડ્યો હતો. જે હાલમાં જેલમાં બંધ છે દરમિયાન આ ઘટનાના પગલે ફરાર થઈ ગયેલ નર્મદાબેન વાળંદને શોધવા પોલીસે વ્યાપક કવાયત હાથ ધરી હતી. એ દરમિયાન અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન પોલીસના હાથે ચડી જતા તેની ધરપકડ કરી લેવાઈ હતી. ગઈકાલે નર્મદાબેનને અટકમાં લીધા બાદ પોલીસે અદાલતમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અદાલતે આરોપી મહિલા નર્મદાના 18 ઓક્ટોબર બપોર સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આરોપી નર્મદાબેનની રિમાન્ડ સાથે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે જેમાં આ મહિલાના વધુ કેટલાક કારનામાં ઉજાગર થવાની શક્યતા જોવાય છે. નોંધનીય છે કે આરોપી નર્મદાબેનએ આશા વર્કરની નોકરી મેળવવાના બહાને ડોક્ટર રાજીવ અંજારિયાનો સંપર્ક કરી હની ટ્રેપમાં ફસાવી નર્મદાબેન અને તેના પતિ દિનેશ વાળંદ ઉર્ફે ગુલામ મીરએ જે તે વખતે રૂપિયા 50,000 ડૉક્ટર પાસેથી રોકડ પડાવી 30 લાખના કોરા ચેક પર સહી કરાવી પડાવી લીધા હતા.
અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334