થોડા દિવસ અગાઉ જ ભુજથી રાજકોટ બદલી પામેલા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ બેચરભાઈ મારુ રૂપિયા 1 લાખ 80 હજારની લાખ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી સેફટી ફીટીંગ કામગીરી કરતા હોઇ સેફટી ફાયર અંગેનું NOC પ્રમાણપત્ર માંગેલું જેના માટે આરોપી ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ રૂપિયા ત્રણ લાખની માંગણી કરેલી જે પૈકી ફરિયાદીએ 1 લાખ 20 હજાર જે તે વખતે આપી દીધેલા બાકીની રકમ રૂપિયા 1 લાખ 80 હજાર ચાર પાંચ દિવસમાં આપી દેવાનું જણાવેલ હતું. જે આપતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ અંગેની માહિતી આપતા ઇન્ચાર્જ મદદનીશ નિયામક ACB રાજકોટના કે.એચ. ગોહિલે (કૃષ્ણદેવસિંહ હિંમતસિંહ ગોહિલ)એ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું કે ફરિયાદી પાસેથી લાંચ પેટે 1 લાખ 80 હજાર લેવાના હોઈ ફરિયાદીએ ફરિયાદ આપતા આજરોજ જામનગર ACB ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવેલ જેમાં અનિલ મારું પોતાની ઓફિસમાં ફરિયાદી પાસેથી રૂપિયા 1 લાખ 80 હજાર રોકડ સ્વીકારતા સ્થળ પર જ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ અંગે અનિલ મારું સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334