Kutch Kanoon And Crime
AbdasaGujaratKutchSpecial Story

મોટી સિંધોડી ગામે વોડાફોન ટાવર આઠ દિવસથી બંધ : ગામ લોકો દ્વારા vodafone સીમ બંધ કરવાની તૈયારી બતાવાઈ…

કંપનીના જવાબદારો જવાબ આપવા તૈયાર નથી…

ખાનગી કંપનીઓ કચ્છમાં આવ્યા બાદ પોતાની મનમાની કરતી રહી છે જેના કારણે પ્રજા પરેશાન થાય છે અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામે એક પ્રાઇવેટ જમીન પર ઊભું કરવામાં આવેલ વોડાફોન ટાવર છેલ્લા આઠ દિવસથી સંપૂર્ણ રીતે બંધ થઈ ગયેલ છે સામાન્ય રીતે મોબાઈલ કંપનીઓ દ્વારા જ્યાં જ્યાં પણ ટાવર ઊભા કરાય છે ત્યાં આ ટાવર સતત 24 કલાક ચાલુ રહે તે માટે જનરેટર વસાવવામાં આવ્યા છે અને વીજ પ્રવાહ સપ્લાય ન થતું હોય ત્યારે જનરેટર ચાલુ કરીને મોબાઈલ ટાવર ચાલુ રખાતા હોય છે અને તેના માટે જે તે કર્મચારીને ડીઝલ પણ ફાળવવામાં આવતું હોય છે પરંતુ મોટી સિંધોડી ગામે મોબાઈલ ટાવર ઓપરેટર દ્વારા અહીં ડીઝલ જનરેટર ચાલુ કરવામાં જ નથી આવતું અને છેલ્લા આઠ દિવસથી ટાવરને અપાતા વીજ પ્રવાહોમાં વિક્ષેપ સર્જાતા ટાવરને જરૂરી વીજ પ્રવાહ મળતો ન હોય ટાવર સંપૂર્ણ બંધ સ્થિતિમાં છે આ અંગે ગામ લોકો દ્વારા તપાસ કરવામાં આવતા કંપનીના જવાબદારો દ્વારા અહીં એક કર્મચારી સતત હાજર હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ એક અઠવાડિયાથી કોઈ કર્મચારી અહીં આવેલ નથી ત્યારે પ્રશ્ન એ થાય કે આ ટાવર માટે ફાળવવામાં આવેલ ડીઝલ ક્યાં પગ કરી ગયું છે. બીજી તરફ વોડાફોન કંપની દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ગામ લોકો દ્વારા vodafone સીમકાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે મોટી સિંધોડી ગામે અંદાજિત 1000 થી વધુ વોડાફોન સીમકાર્ડ ગ્રાહકો છે આ ઉપરાંત આ સરહદી વિસ્તાર છે તેમ જ હાલના સમયમાં ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ છે તેવા સંજોગોમાં મોબાઈલ ટાવર બંધ રહે એ અત્યંત ગંભીર બાબત છે આ અંગે કંપનીના જવાબદારો તાત્કાલિક તપાસ કરી નેટવર્ક ચાલુ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

બનાસકાંઠા : દાંતીવાડા પી.આઈ. એમ.જે. ચૌધરીaએ કરી લાલ આંખ : ઓવરલોડ ડમ્પર ઝડપી રોયલ્ટી ચોરી સામે કડક કાર્યવાહી…

કુકમાંમાં થયેલ હત્યાના બન્ને આરોપીઓને પોલીસે ગણત્રીના સમયમાં પકડી પાડ્યું

Kutch Kanoon And Crime

રથયાત્રા પૂર્વે પાટણ LCBની ટીમે 5 દેશી કટ્ટા, 4 કારતુસ અને હથિયાર બનાવવાના સાધનો સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા…

Kutch Kanoon And Crime

Leave a comment