સામાજિક અને સેવાકીય પ્રવૃતિ કરતા કચ્છના મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામના કચ્છી વિસા ઓસવાલ જૈન સમાજના યુવાનનો તાજેતરમાં રાજકોટ ખાતે સારા ઇન્ટરનેશનલ દ્વારા “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ” આપીને સન્માન કરાયું હતું. રાજકોટ ખાતે સાઉથ એશિયન રિપોર્ટર એસોસિએશન અને સારા ઇન્ટરનેશનલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રાજ્યના 30 જેટલા પત્રકારોના “પત્રકાર રત્ન એક્સેલેન્સ એવોર્ડ”થી સન્માન કરાયાની સાથે રાજ્યના પાંચ જેટલા સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરનારા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ડોક્ટર સીમાબેન પટેલ સંસ્થાપિત સંસ્થા સારા ઇન્ટરનેશનલના સદસ્ય એવા યુવાનોનો સારા ઇન્ટરનેશનલ દ્વારા “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ” દ્વારા સન્માન કરાયું હતું આ સન્માન માટે રાજ્યના પાંચ જેટલા યુવાનો પસંદગી પામ્યા હતા જેમાં કચ્છના મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામના વિશાલ સાવલા નામના યુવાનની પણ પસંદગી થઈ હતી જેને “સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ” અને શિલ્ડ આપીને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને સારા ઇન્ટરનેશનલના ચેર પર્સન ડોક્ટર સીમાબેન પટેલના હસ્તે સન્માન કરાયું હતું.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334