Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchPoliticsSpecial Story

કચ્છમાંથી વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને ફરીથી ત્રીજી ટર્મ માટે પસંદ કરાયા

આગામી લોકસભા ચૂંટણીને લઈને પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારોની પ્રથમ 195 નામની યાદી જાહેર કરાઇ…

કચ્છમાંથી વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને ફરીથી ત્રીજી ટર્મ માટે પસંદ કરાયા છે તેમજ અમિત શાહ ગાંધીનગરથી અને નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે…

આગામી સંભવત ‘એપ્રિલ’ – ‘મે’માં યોજાનાર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આજે દિલ્હી ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં 195 નામોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં ગુજરાતમાંથી 15 વર્તમાન સાંસદોમાંથી 10 સાંસદોને રીપીટ કરાયા છે. જેમાં કચ્છના વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડાને ત્રીજી ટર્મ માટે ટિકિટ જાહેર કરાઈ છે. જ્યારે કેન્દ્રીય ગ્રહ મંત્રી શ્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. જ્યારે નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોને ટિકિટ અપાશે તે અંગેના તર્ક વીતર્ક થઈ રહ્યા હતા એની વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડની મળેલી મિટિંગમાં જાહેર કરાયેલ 195 ઉમેદવારોની યાદીમાં કચ્છમાં ફરીથી ત્રીજી ટર્મ માટે વિનોદ ચાવડાની પસંદગી થતા કચ્છમાં ચાલી રહેલ તર્ક વીતર્કનો અંત આવ્યો છે અને ધારણા પ્રમાણે વિનોદ ચાવડાને ફરીથી ત્રીજી વખત માટે રીપીટ કરાયા છે શ્રી વિનોદ ચાવડાને ત્રીજી ટર્મ માટે ટિકિટ ફાળવણી થતાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ છે નોંધનીય છે કે આ પહેલા અન્ય કેટલાક નામોની ચર્ચા ચાલી હતી પરંતુ અખબારો દ્વારા કરવામાં આવેલ સર્વે અને અન્ય કેટલીક એજન્સીઓ દ્વારા થયેલા સર્વેમાં વિનોદ ચાવડા રેસમાં સૌથી આગળ રહેતા આખરે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડના આગેવાનો દ્વારા આ અંગેની નોંધ લઈને શ્રી ચાવડાને ફરીથી મેદાનમાં ઉતારાઈ રહ્યા છે. જાહેર થયેલ પ્રથમ યાદીમાં ગુજરાતમાંથી જેમને પસંદ કરવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે. વિનોદ ચાવડા કચ્છ, બનાસકાંઠા રેખા ચૌધરી, પાટણ ભરત ડાભી, ગાંધીનગર અમિત શાહ, અમદાવાદ પચચીમ દિનેશ મકવાણા, મનસુખ માંડવીયા પોરબંદર, રાજકોટ પરશોત્તમ રુપાલા, આણંદ હિતેશ પટેલ, ખેડા દેવુ સિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, દાહોદ જશવંતસિહ ભાભોર, ભરુચ મનસુખ વસાવા, નો સમાવેશ થાય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અને હવે કંડલા બંદરેથી કરોડોની કિંમતનો હેરોઈન ઝડપાયો

Kutch Kanoon And Crime

7’મી ડિસેમ્બર શનિવારે મુંબઈના બોરિવલીમાં આયોજીત ઝરુખો કાર્યક્રમનું આયોજન…

Kutch Kanoon And Crime

અબડાસાના વાયોર ગામે પણ વિરોધ જોવા મળ્યો

Kutch Kanoon And Crime

Leave a comment