Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchRapar

હમીરપરમાં એક સાથે 5 હત્યાના ખળભળાટ માચાવનાર કિસ્સામાં વધુ એક આરોપીના જામીન : ધારાશાસ્ત્રી હેતલકુમાર જે. સોનપાર વિનોદકુમાર જી. મકવાણાની ધારદાર દલીલ કામે લાગી

વાગડ વિસ્તારના હમીરપર ગામે આજથી 4 મહિના અગાઉ 5 જણાની એક સાથે હત્યાના સનસનીખેજ કિસ્સામાં આડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ટોટલ 22 આરોપીઓના નામજોગની ફરિયાદ ફરિયાદ અનુલક્ષીને આડેસર પોલીસ દ્વારા તમામેં તમામ 22 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. તો આરોપી નં. 21 ધરમશી ઘેલા કોળીની ઘરવાળી તરીકે રેખાબેન વા/ઓ ધરમશી કોળીની અટક કરવામાં આવેલ હતી. આ રેખાબેન ધરમશી કોળીએ સેશન્સ કૉર્ટ ભચાઉમાં અરજી કરતા તેઓની જામીન નામંજૂર થતા તેઓ દ્વારા નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરેલ જે કેસમાં બન્ને પક્ષે ધારદાર દલોલો થતા આરોપી પક્ષ દ્વારા વિધવાન એડવોકેટ શ્રી હેતલકુમાર સોનપાર અને વિનોદ મકવાણાની ધારદાર અને યોગ્ય દલીલો થકી તા. 16/09/2020ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટે રેખાબેનને રેગ્યુલર જામીન પર મુક્ત કરવામાં આવ્યું હતું. રેખાબેન ધરમશી કોળી સાથે જેલમાં તેમનો માત્ર 7 માસનો બાળક પણ હતો. તો રેખાબેન કોળીએ પોતાનો પક્ષ રાખવા સાથે આ કેશમાં બચાવ પક્ષ તરીકે વકીલ શ્રી હેતલકુમાર જે. સોનપાર અને વિનોદકુમાર જી. મકવાણાને રાખવામાં આવેલ હતું. જ્યારે વિધવાન એડવોકેટ શ્રી હેતલકુમાર જે. સોનપાર અને વિનોદકુમાર જી. મકવાણાએ તા.15/09/2020ના રોજ નામદાર સેશન્સ કૉર્ટ ભચાઉમાંથી આજ કેસના આરોપી ભરત મમુ કોળી અને દિલીપ મમુ કોળીને પોલીસ જાપ્તા સાથે વચગાળાના જામીન મંજુર કરાવેલ અને અગાઉ પણ આજ કેસમાં અન્ય આરોપી રાધાબેન વિસનભાઈ કોળીને પણ નામદાર સેશન્સ કૉર્ટ ભચાઉમાંથી રેગ્યુલર જામીન પર મુક્ત કરાવેલ છે. તો વિધવાન એડવોકેટ શ્રી હેતલકુમાર જે. સોનપાર અને વિનોદભાઈ જી. મકવાણાની ધારદાર દલીલોથી હાલ વાગડ વિસ્તારના હમીરપર હત્યાકાંડમાં રેગ્યુલર જામીન સાથે જિલ્લામાં અનેક એવા ચર્ચાસ્પદ કેસોમાં આ ધરાશસ્ત્રી જુગલ જોડીએ જામીન અપાવ્યા છે તો અનેક કિસ્સાઓમાં આરોપીઓને સજા પણ અપાવી છે.

અહેવાલ : દિનેશ જોગી

પ્રકાશિત – નિતેશ ગોર : 9825842334

Related posts

ભુજ તાલૂકાના સુખપર ગામના 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા

Kutch Kanoon And Crime

જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી જયંતિ ઠક્કર પેરોલ પર એક મહિના માટે મુક્ત થતા અબડાસા પેટા ચૂંટણીમાં ઉલટફેરનું ગણિત…?

Kutch Kanoon And Crime

મુન્દ્રા બારોઇ વિસ્તારમાંથી પસાર થતી ગેસ પાઇપ લાઇનને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી

Kutch Kanoon And Crime

Leave a comment