Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

રાજસ્થાન : માંડવી… હે રામ… બે દંપતિ અને 1 માસૂમ બાળકી સહિત 5 ના કમકમાટી ભર્યા મોત…

કચ્છના માંડવીથી ફરવા ગયેલો પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે રાજસ્થામાં સર્જાયેલા અકસ્માતમાં 5 વ્યક્તિના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માત શુક્રવારની વહેલી સવારે સર્જાયો હતો જેમાં ઉભેલી ટ્રકમાં કાર ટકરાતા કારમાં સવાર 5 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. કારમાં સવાર તમામ મુસાફરો કચ્છ જિલ્લાના માંડવીના છે. બન્ને પરિવાર જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા અને ત્યાંથી પરત કચ્છ આવી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. એક સાથે પાંચ જણાના મૃત્યુંના સમાચારથી માંડવી સહિત કચ્છભર સન્નાટો છવાઈ ગયો છે. ભારતમાલા એક્સપ્રેસ વે પર સર્જાયેલ અકસ્માતમાં કચ્છમાં ફરજ બજાવતા ડોક્ટર દંપિતના મૃત્યું થયા છે તો તેમની 18 મહિનાની બાળકી પણ મોતને ભેટી હતી. મૃતક પ્રતિક ચાવડા માંડવીના ગોધરા ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમની પત્ની હેતલ ચાવડા માંડવી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે તેની માશુમ પુત્રી તથા અન્ય સાથી મિત્ર કર્મચારીઓ પણ સામેલ હતા જે પૈકી મેરાઉ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર તરીકે ફરજ બજાવતા પુજા કસ્ટા તેમના પતિ કરણ કષ્ટા હતા. આમ ધટનામાં 5 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતના સમાચારથી પરિવાર અને મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાઇ હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ખીરસરા (કોઠારા)ના ગુમ થયેલા ક્ષત્રિય યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી

અંજાર ખાતે આત્મહત્યા કરી લેનાર સોની વેપારીની ફરિયાદ ત્રણ ત્રણ મહિના સુધી ન નોંધનાર અધિકારી આખરે બદલાયા…

જિલ્લા પ્રમુખ ભાવનાબેન રાજગોરના નેતૃત્વમાં કચ્છ જિલ્લા મહિલા કૉંગ્રેસ સમિતિની નિમણૂક કરવામાં આવી

Kutch Kanoon And Crime

Leave a comment