ગઈ તારીખ પાંચમી માર્ચના રોજ ભારતના રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે પાણી સમસ્યાના ઉત્તમ નિરાકરણ મામલે સન્માનિત થનાર ભુજના ચીફ ઓફિસર અનિલ પટેલના થયેલા સન્માન અને અપાયેલા એવોર્ડ સામે હવે સવાલ ઊભા થયા છે ભુજ શહેરની જનતા છેલ્લા દસ દિવસથી પીવાના પાણી મામલે હેરાન પરેશાન થઈ ગઈ છે અને ભુજને પાણી પૂરું પાડતી લાઈન બ્લોક થવાથી/અથવા તૂટી જવાથી પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગી છે. કાળજાળ ગરમી અને પવિત્ર રમજાન મહિનો તથા આજથી શરૂ થયેલ ચૈત્રી નવરાત્રીને લઈને સ્વાભાવિક રીતે પાણીની જરૂરિયાત વધી ગઈ છે એવા સમયે જ ભુજને પૂરું પાડતી પાણીની લાઈન માં ભંગાર સર્જાયા બાદ પરિસ્થિતિ વિગત બની છે આ સમસ્યાનો ઉકેલ છેલ્લા અઠવાડિયાથી આવી શકતો નથી ત્યારે સ્વભાવિક રીતે ચીફ ઓફિસર સામે સવાલીયા નિશાન ઉભા થવાના, સવાલ એ છે કે ગુજરાતમાં સુચારૂ ઢબે પાણી વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ જે ત્રણ અલગ અલગ શહેરની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની સર્વશ્રેષ્ઠ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી તેમાં જીગર પટેલનો પણ સમાવેશ થાય છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી ભુજમાં સર્જાયેલી પાણીની સમસ્યાને ધ્યાને લેતા ચીફ ઓફિસર જીગર પટેલને કયા કારણોસર આ એવોર્ડ અપાયો છે અથવા કોણે ભલામણ કરી આ એક સવાલ ચર્ચાની એરણે ચડ્યો છે. ભુજમાં છેલ્લા દસ દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ તૂટી ગઈ છે જેનું કોઈ નિરાકરણ આવી શકતું નથી. જિલ્લા સમાહર્તાએ પણ આ મામલે મધ્યસ્થી કરવાની જરૂર પડી છે ત્યારે પ્રશ્ન એ થાય કે પાણી વિતરણ વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે સન્માનિત વ્યક્તિ અને જવાબદાર અધિકારી કેમ ભુજની પાણી વિતરણ વ્યવસ્થાને થાળે પાડી શકતા નથી…? આ અને એવા અનેક સવાલો ભુજના ચોરે અને ચોંટે ખાસ કરીને સાંજના ભાગે હમીરસરના કાંઠે, મહાદેવ નાકાના ઓટલે બેસતા વડીલોમાં આ વિશે ખૂબ ચર્ચાઓ થવા લાગી છે..!!
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334