(મુંદ્રા – વડાલા) ગઈકાલે રાત્રે 9 : 00 વાગ્યાના અરસામા મુંદ્રા તાલુકાના વડાલા પાસે Creata કાર નંબર GJ 12 EE 2931 અને Alto કાર નંબર GJ 14 AA 0066 સામ સામે ધડાકાભેર અથડાતા આદિપુર રહેતા રવિગીરી ધીરુગીરી ગોસ્વામી તથા મયુર ચંદુભાઈ સોલંકી રહેવાસી કિડાણાવાળાના ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મૃત્યુ થયા હતા. આ અંગે મૃતક રવિગીરીના ભાઈ જયપાલગીરી ગૌસ્વામી મુન્દ્રા પોલીસ મથકે Creata કાર નંબર GJ 12 EE 2931 ના ચાલક સામે બેદરકારીથી ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જી કારચાલક સહિત બેના મોત નીપજાવ્યા અંગે ગુનો નોંધાવતા મુન્દ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ સમીર ગોર મુંદ્રા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334