Kutch Kanoon And Crime
AbdasaGujaratKutchLakhapatNakhatranaSpecial Story

પશ્ચિમ કચ્છ રાજગોર સમાજના પ્રમુખ તરીકે વિપુલભાઈ ગોરને સર્વાનુમતે ત્રીજી ટર્મ માટે પસંદગી કરાઇ…

શ્રી પશ્ચિમ કચ્છ કચ્છી રાજગોર સમાજ (નખત્રાણા, લખપત, અબડાસા) દ્વારા આજરોજ સમાજની સામાન્ય સભાનું આયોજન શ્રી બ્રહ્મસમાજ વાડી નખત્રાણા મધ્યે કરવામાં આવેલ જેનામાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતું. અનિલભાઈ ગોર દ્વારા ગતું વર્ષના હિસાબોનું વાંચન કરવામાં આવેલ તેમજ મેડિકલ સહાય ફંડના હિસાબોનું પણ વાંચન કરવામાં આવેલ જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. પ્રમુખશ્રી વિપુલભાઈ ગોર દ્વારા પોતાના સમય ગાળા દરમ્યાન કરેલ કાર્યોની માહિતી આપી તેમજ સાથ સહકાર બદલ સર્વે સમાજ બંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પ્રમુખ તરીકેનો પોતાનો કાર્યકાળ સમાપ્ત થતો હોય પ્રમુખશ્રી વિપુલભાઈ ગોર દ્વારા પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું ધરવામાં આવ્યું હતો જેનો સર્વનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાજ બંધુઓ દ્વારા નવા પ્રમુખના નામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં લાભશંકરભાઈ ગોર દયાપર વાળા તરફથી પ્રમુખ પદ માટે વિપુલભાઈ ગોરના નામનું સૂચન કરવામાં આવ્યું હતું જેને ગિરીશભાઈ ગોર નખત્રાણા, સુનિલભાઈ ગોર ડુમરા, રાજેશભાઈ ગોર મથલ અને વિનોદભાઈ ગોર દયાપર વાળાએ સમર્થન આપ્યું હતું અને શ્રી વિપુલભાઈ ગોરની ફરીથી એક વખત સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમજ હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં મહામંત્રી તરીકે શ્રી શૈલેષભાઈ ગોર નખત્રાણા, મહામંત્રી શ્રી અનિલભાઈ ગોર નખત્રાણા, ઉપ પ્રમુખશ્રી તરીકે સુનિલભાઈ ગોર – ડુમરા વાળા, ઉપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ગોર ભુજ, ઉપ પ્રમુખશ્રી વિનોદભાઈ ગોર દયાપર, ઉપ પ્રમુખશ્રી આશિષભાઈ ગોર નખત્રાણા, ઉપ પ્રમુખશ્રી અમિતભાઈ ગોર મથલ વાળા, મંત્રીશ્રી હિતેશભાઈ ગોર નખત્રાણા, મંત્રી શ્રી ધીરેનભાઈ ગોર નખત્રાણા, મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ગોર ભીટારા, મંત્રીશ્રી વિનયકાંત ગોર નખત્રાણા, મંત્રીશ્રી પ્રફુલભાઈ ગોર દયાપર, મંત્રીશ્રી કલ્પેશભાઈ ગોર નખત્રાણા, ખજાનચી શ્રી કિશોરભાઈ ગોર નખત્રાણા,

સહ ખજાનચીશ્રી હરેશભાઈ ગોર કોટડા (રોહા)ને કાર્યભારની જવાબદારી સોંપાઈ હતી. તેમજ સમાજ દ્વારા ચાલતી નિઃશુલ્ક મેડિકલ સાધનોના વિતરણ વ્યવસ્થા સંભાળતા હિતેશભાઈ ગોરનું વિશિષ્ટ સન્માન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. આ મિટિંગમાં લાભશંકરભાઈ ગોર દયાપર, ગીરીશભાઈ ગોર નખત્રાણા, રાજેશભાઈ ગોર મથલ, રાજેશભાઈ ભટ્ટ મથલ, સુરેશભાઈ ગોર દયાપર, કિર્તીભાઈ ગોર સાંગનારા, અંબરીશભાઈ ગોર નખત્રાણા, સુનિલભાઈ ગોર કોટડા (જ), મહેન્દ્રભાઈ ગોર કોટડા (જ), જેઠાલાલ નાકર નખત્રાણા, મનોજભાઈ ગોર નખત્રાણા, ખુશાલભાઈ ગોર નખત્રાણા, શરદભાઈ ગોર નખત્રાણા, મનસુખભાઇ ગોર ઉખેડા હાજર રહ્યા હતા. તેમજ યુવક મંડળનાં અમિતભાઈ ગોર, પાર્થ ગોર, રાજ રાજગોર, હિરેન ગોર, આશિષ નાગુ, અજય ગોર, ઓમ ગોર, ધાર્મિક ગોરએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. મીટીંગનું સંચાલન તેમજ આભાર વિધિ અનીલભાઈ ગોરએ કરી હતી.

અહેવાલ નિતેશ ગોર – 9825842334

Related posts

વેરાવળ દરિયાકાંઠેથી 350 કરોડની કિંમતના હેરોઇન સાથે નવ ઈસમોની અટકાયત

Kutch Kanoon And Crime

ક્ચ્છ મોરબીના સાંસદના ભાણેજની હત્યા કે પછી આત્મઘાતી પગલું..?

Kutch Kanoon And Crime

અદાણી પોર્ટસ એન્ડ Sez લિમિટેડે રૂ.12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

Kutch Kanoon And Crime

Leave a comment