આવતીકાલે બુધવાર વસંત પંચમીના દિવસે સાંજે 6 : 30 કલાકે હોટેલ વિરામ ખાતે કચ્છ અને કચ્છીયતના રંગે રંગાયેલા એક નોખા અનોખા પુસ્તકના રસાસ્વાદનો કાર્યક્રમ યોજાયો છે જેમાં મુંબઈના જાણીતા કટાર લેખક અને પત્રકાર પ્રફુલભાઈ શાહે કચ્છના જાણીતા પત્રકાર વિપુલ વૈધના ચાર દાયકાના પત્રકારત્વ ખેડાણના આધારે લખેલ પ્રથમ ડોક્યુમેન્ટરી નોવેલ ‘કચ્છ ફાઇલ’નો રસાસ્વાદ કાર્યક્રમ યોજાયો છે હોટેલ વિરામના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં કચ્છના પીઢ પત્રકાર કિર્તીભાઈ ખત્રી અધ્યક્ષ સ્થાને રહેશે જ્યારે મુખ્ય અતિથિ તરીકે કચ્છના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ આગેવાન પુષ્પદાનભાઈ ગઢવી ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સિનિયર પત્રકાર નિખિલ પંડ્યા, નવીન જોશી, નિવૃત્ત Dysp દિલીપ અગ્રાવત, દેશની નંબર વન રીડિંગ એપ “માતૃ ભારતી” અમદાવાદના CEO મહેન્દ્ર શર્મા ઉપરાંત કટાર લેખક પ્રફુલ શાહ તથા કથા નાયક વિપુલ વૈધ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં રણ, રહસ્યથી પ્રચુર ‘કચ્છ ફાઈલ’નો રસાસ્વાદ જાણીતા પત્રકાર લેખક સુનીલ માંકડ કરાવશે જ્યારે કાર્યક્રમનું સંચાલન જાગૃતિ વકીલ કરશે આ સમારંભમાં 40 થી વધુ પુસ્તકો લખનાર પ્રફુલ શાહના નવા પુસ્તક ‘સો પુરા ને માથે એક’નું વિમોચન કિર્તીભાઈ ખત્રીના હસ્તે કરવામાં આવશે જેમાં એક સરપ્રાઈઝ પણ પ્રફુલભાઈ શાહ તરફથી અપાશે. નોંધનીય છે કે આ પૂર્વે ‘કચ્છ ફાઈલ’નું ભવ્ય વિમોચન પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે આયોજિત કાર્યક્રમનું આયોજન વીઆરટીઆઈ વિવેકા ગ્રામ પ્રકાશકના ગોરધનભાઈ પટેલ કવિ કરી રહ્યા છે જેમાં કચ્છના સાહિત્ય પ્રેમીઓ કલમનવેશોને નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રિત કરાયા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334