સવાસર નાકા પાસે આવેલ તળાવમાંથી વહેલી સવારે અજાણ્યા શખ્સની લાશ જોવા મળતા તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા બાદ તપાસ કરતા આ યુવાન 24 વર્ષીય નવીન પુરોહિત હોવાનું અને અંજારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક અંજાર પોલીસને જાણ કરતા અંજાર નગર પાલિકા તેમજ પોલીસ ઘટના સ્થળે આવી લાશનો કબ્જો લઇ અંજાર સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પ્રાથમિક વિગતો પ્રમાણે નવિનની બ્લેક કલરની એક્ટિવા તળાવ પાસે પાર્ક કરેલી જોવા મળી હતી. આ ઘટનાની અંજાર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટોરી દિનેશ : જોગી અંજાર દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334