પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર મોથાલીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંગ પશ્ચિમ કચ્છની સૂચનાથી જિલ્લામાં અપહરણ તથા શરીર સંબંધી ગુના અને આરોપીઓને શોધી કાઢવા માટે આદેશ આપેલ જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક વી.એન.યાદવ નખત્રાણા વિભાગના માર્ગદર્શન હેઠળ તથા ડી.પી.આઈ. શ્રી નલિયા વાય.એન. લેઉવા નલિયા સર્કલની સુચના મુજબ છોટા ઉદયપુર પો.સ્ટે.માં તારીખ 24/8/2020ના અને હળવદ પોલીસ સ્ટેશનના ફરિયાદ 6/8/2020ના હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા જે ગુનાની હળવદ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા આ બનાવ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના કોઠારા પોલીસ સ્ટેશન છછી ધુવઈ ગામના વાડી વિસ્તારમાં બનેલો હોય. જે ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનથી ટ્રાન્સફર થઇ આવતાં જે કોઠારા પોલીસ સ્ટેશનમાં તારીખ 5/9/2020ના રોજ ગુનો દાખલ કરી જે ગુના કામે આરોપીને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સચોટ હકીકત સાથે બાતમી મેળવી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખડવંથલી વાડી વિસ્તાર માંથી આરોપી સંજય નારાયણ નાયક ઉ.વ. 21 રહે મુળધર તાલુકો બોડેલી જીલ્લો છોટાઉદેપુરવાળાને ગણતરીની કલાકોમાં તારીખ 7/9/2020 ના રોજ પકડી પાડેલ તેમજ ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી કોઠારા પોલીસે સરાહનીય કામગીરી કરેલ. આ કેશની આગળની તપાસ સી.પી.આઈ. નલિયાવાળા ચલાવી રહેલ હોય જેથી આગળની કાર્યવાહી કરવા આરોપી તથા ભોગ બનનારને નલિયા મથકે સોંપવામાં આવેલ. આ કામગીરીમાં પો.સ.ઇ. એમ.એચ. જાડેજા, તેમજ સ્ટાફના પો.હેડ.કોન્સ. બલભદ્રસિંહ આઈ. રાણા, પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ ડી. રાણા, પ્રવીણસિંહ ટી. જાડેજા, વુ.પો.કોન્સ. અંજલીબેન ડી. બારોટ, પ્રા. દ્રા. નરેન્દ્રસિંહ કે. સોઢા સાથે રહ્યા હતા.
અહેવાલ : સુનિલ મોતા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334