Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

ગઢસીસા ગામે નિવૃત્ત જીવન ગુજારતા 74 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને દાગીના લૂંટી જવાયાની આશંકા

માંડવી તાલુકાના ગઢસીસા ગામે આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા અને એકલું નિવૃત જીવન ગુજારતા ગુણવંતીબેન વલ્લભજી વીંછી વોરા નામના કચ્છી વિસા ઓસવાલ જૈન મહિલાની આજે તેમના બહારથી તાળું મારેલા ફ્લેટમાંથી લાશ મળી આવ્યા બાદ આ ઘટના લૂંટ સાથે હત્યા હોવાની આશંકા સેવાય રહી છે. આજે બપોરે રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા ગુણવંતીબેન નામના 74 વર્ષીય વૃદ્ધાના ફ્લેટને બહારથી તાળું હોઇ કોઈએ ગુણવંતી બેનની તપાસ કરતા તેઓ ક્યાંય બહાર ગામ ન ગયાની વાત સામે આવ્યા બાદ ફ્લેટમાં અનુગતુ થયાની શંકા જતા તપાસ હાથ ધરાતા ગુણવંતીબેન વલ્લભજી વીંછી વોરા મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના શરીર પરથી કાનના સોનાના બુટીયા અને હાથની બંગડી ગુમ હોવાનું જણાય આવ્યું છે પોલીસ દ્વારા તપાસ દરમિયાન પ્રાથમિક રીતે આ ઘટના રાત્રિ દરમિયાન બન્યાનું અને આરોપી મહિલાના ઘરમાંથી લૂંટ કરીને બાદમાં હત્યા નીપજાવી બહારથી તાળું મારી ફરાર થઈ ગયાનું સ્પષ્ટ થાય છે આ ઉપરાંત લૂંટ અને હત્યાને અંજામ આપી ફરાર થઈ જનાર આરોપી કોઈ જાણભેદુ જ હોવાની આશંકા પણ સેવાય રહી છે. મૃતક મહિલાના પરિવારજનો મુંબઈ રહે છે ત્યારે પોતે અહીં નિવૃત્ત જીવન ગુજારતા હતા. આ ઘટનાએ ગઢસીસા પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી છે આ લખાય છે ત્યારે હજુ લાશના પી.એમ.ની કાર્યવાહી ચાલી રહી છે પી.એમ. રિપોર્ટ બાદ મૃતક મહિલાનું મોત કઈ રીતે થયું છે તે સ્પષ્ટ થશે અને પોલીસ પણ આ આખી ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ તપાસમાં જોતરાઈ ગઈ છે.

અહેવાલ : મહેન્દ્રસિંહ ગોહિલ ગઢશીશા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

સુઝલોન દ્વારા બુડીયા ગામના વિકાસ માટે CSR હેઠળ લાખો રૂપિયા અપાયા અને મોટી સિંધોડીની માત્ર 25 મીટર તૂટી ગયેલી પાપડી રીપેરીંગ કરવા કરગરવું પડે….!!?

કચ્છમાં અમુક માઇકધારી મીડિયાના મજૂરોથી સાવધાન થવાનો સમય આવી ગયો છે

Kutch Kanoon And Crime

અંજાર પોલીસ અપરાધિઓને પકડવા સાથે માનવતા પણ મહેકાવે છે અજાણી લાશની આજે અંતિમવિધિ કરાશે : P.I. રાણા

Leave a comment