10 થી 12 દિવસ અગાઉ whatsapp સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થવી અને સંબંધિત યુવતીનું અમદાવાદથી ભુજ આવવું અને આ ઘટના બનવી અનેક પ્રકારના સંકેત આપે છે..!!
શુક્રવારે સાંજે ભુજ નજીક સેડાતા પાસે આવેલ એક રિસોર્ટ હાઇલેંડ રિસોર્ટમાં, અમદાવાદથી આવેલી એક યુવતી સેડાતા પાસે આવેલ હાઇલેન્ડ રિસોર્ટમાં માત્ર ૧૦ થી ૧૨ દિવસ અગાઉ whatsapp સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલા દિલીપ ભગુભાઈ ગાગલ આવે અને બાદમાં સંબંધીત યુવતી પર દુષ્કર્મ આચરાયાનો દિલીપ ગાગલ પર આરોપ લાગે અને એજ રાત્રે સંબંધીત યુવતી ભુજની હોસ્પિટલમાં દાખલ થાય જ્યાં તે પોતાની સાથે બનેલ કથિત ઘટનાનું વર્ણન કરી MLC નોંધાવે અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ પ્રશાસન તાત્કાલિક તપાસમાં જોડાય અને બીજા દિવસે સવારે છેક દેસલપર નલિયા રોડ પર દેસલપર નજીક આવેલ પેટ્રોલ પંપની પાછળના ભાગે ઝાડીઓમાં દિલીપ ભગુભાઈ ગાગલ ગળે ફાંસો ખાધેલી અમૃત હાલતમાં મળી આવે આ ઘટનાક્રમ અનેક પ્રકારની શંકાઓ ઉભી કરે છે અને એ શંકાઓ પૈકી એવી શંકા ઉભી થયા વિના રહેતી નથી કે શું આ મામલો હની ટ્રેપ તો નહીં હોય ને…? આખી ઘટનાની પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે અમદાવાદની સંબંધીત યુવતીએ મૃતક દિલીપ ગાગલ સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે પ્રથમ આ ઘટના કબરાઉથી ભુજ રોડ પર કોઈ ફાર્મ હાઉસમાં દુષ્કર્મની ઘટના બન્યાનું જણાવ્યા બાદ, આ ઘટના ભુજ તાલુકાના સેડાતા ગામ નજીક આવેલ હાઈલેન્ડ રિસોર્ટમાં બન્યાનું સ્પષ્ટ થયું છે તો બીજી તરફ જેના પર દુષ્કર્મનો આરોપ લગાવાયો છે એ યુવાન દિલીપ ગાગલ બીજા દિવસે દેશલપર નજીક પેટ્રોલ પંપની પાછળ ઝાડીઆેમાં ગળે ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળ્યો છે. હવે સવાલ એ થાય છે કે, દિલીપ વ્યવસાય ટ્રાન્સપોર્ટર છે મૂળ ઢોરી ગામનો પરંતુ માધાપર રહેતો હતો અને તે પરિણીત પણ છે, એક સંતાનનો પિતા છે, આર્થિક રીતે સાધન સંપન્ન છે ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં ખૂબ સારું નામ ધરાવતો હતો, બીજો પ્રશ્ન એ થાય છે કે, સંબંધીત યુવતી અને મૃતક યુવાન વચ્ચે માત્ર ૧૦ થી ૧૨ દિવસ પહેલા whatsapp સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થઈ હતી, એટલે કે બંને એકબીજાને છેલ્લા એક અઠવાડિયાથી જ ઓળખતા હતા, એટલે સ્વાભાવિક રીતે બંને એકબીજાના ભૂતકાળથી પરિચિત ન હોય ત્યારે મૃતક દિલીપ સબંધીત યુવતી પર એટલો બધો વિશ્વાસ કેમ કરી બેઠો..!? આ તરફ સંબંધીત યુવતી એ પણ દિલીપ પર છેક અમદાવાદથી આવીને વિશ્વાસ કેમ કરી બેઠી..!? બનાવને સંબંધ છે ત્યાં સુધી કથિત દુષ્કર્મની ઘટના બાદ દિલીપનું ગુમ થઈ જવું અને છેક અબડાસા તરફ દેશલપર સુધી પહોંચી જવું અને ત્યાં ગળે ફાંસો ખાઈ લેવું, આ શંકા પ્રેરક ઘટનાક્રમ છે. દિલીપને આત્મહત્યા કરવી હોય તો એ ઢોરી ગામ તરફ જાય, સેડાતા વિસ્તારમાં પણ ઝાડિયો છે ત્યાં તે કરી શકે પરંતુ તેમ નથી થયું અને તે દેશલપર સુધી ગયો છે એટલે આ ઘટનાક્રમમાં પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો હોય તેવી શક્યતા નકારી શકાતી નથી, અને આ પ્રયાસ થયો હોય તો આ આખા પ્રકરણમાં હની ટ્રેપ સાથે સંકળાયેલ કોઈ ગેંગ હોઈ શકે..! બની શક્યું હોય કે કથિત દુષ્કર્મની ઘટના ગોઠવવા પાછળ કોઈ ગેંગ હોઈ શકે અને પછી મૃતક પાસેથી નાણા માંગવામાં આવ્યા હોય, બદનામ કરવાની ધમકી અપાઈ હોય અને તેના તાર ક્યાંક જોડતા હોય અને તે દેશલપર ગયો હોય, જ્યાં તેનું કામ તમામ કરી નખાયું, હોઈ શકે અથવા તો દેશલપર ખાતે આ બ્લેકમેલથી છૂટવા માટે સમાધાન માટે બોલવાનું હોય ત્યાં સમાધાન ન થયું હોય અને દિલીપને મારી લટકાવી દાઈ ગળે ફાંસો ખાઈ લીધો હોઈ છે તેમ દર્શાવી દીધું હોય..!? આ અને એવા અનેક સવાલો આ આખા પ્રકરણમાં ઉઠ્યા વિના રહેતા નથી તયારે આ પ્રકરણની તપાસ અત્યંત ઝીણવટ પૂર્વક કરવાની જરૂર છે. આ પ્રકણરની તપાસ હાલ તો DYSP એમ.જે. ક્રિસ્ચનના માર્ગદર્શન હેઠળ માનુકુવા PI, ડી.આર. ચૌધરી અને નખત્રાણા PI, ઠુંમર સંયુક્ત રીતે ચલાવી રહ્યા છે પરંતુ આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ થાય તો સનસનીખેજ અને ચોકાવનારો ઘટસ્ફોટ થવાની શક્યતા કોઈ કાળે નકારાતી નથી. અત્યંત ઝીણવટ પૂર્વકના સૂત્રો એમ કહી રહ્યું છે કે, (સૂત્રોના આધારે તપાસ થાય તો બાકી સાચું ખોટું તપાસમાં બહાર આવશે) અહી એક ગેંગ સામેલ છે જે ગેંગ દ્વારા યુવતીને દિલીપ સાથે પરિચય કેળવવા કહેવાયું હોય, બાદમાં અહી બોલાવી રિસોર્ટમાં મળવાનું નક્કી થયું હોય, ત્યાં આ ગેંગ આવી ચડી હોય અથવા આ ગેંગ દ્વારા યુવતી મારફતે પૈસા માંગવામાં આવ્યા હોય, અને યોગ્ય સંતોષ ન મળ્યું હોય તો દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યું હોય, અથવા તો દિલીપ પાસે જે પણ હાથ પર રકમ હોય (મોટી રકમ કે નાની રકમ) જે આપી દેવા જણાવ્યું હોય અને એમાં અગર રકમ મોટી હોય તો વધુ માથાકૂટ થઇ હોય અને એ રકમ પડાવી દિલીપને મારી લટકાવી દેવામાં આવ્યું હોય અને બાદમાં યુવતી સાથે ભળેલા તેના કોઈ મિત્રો (ગેંગ) દુષ્કર્મનો ખોટા કેસ માટે MLC નોંધાવી હોય, તેવું જાણવા મળી રહ્યું છે. બાકી તપાસનીશ અધિકારી કઈ દિશામાં તપાસ કરે છે તેના પર આધાર છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334