Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

ગઢસીસા ગામે વૃદ્ધાની હત્યા કરી નાસી જનાર આરોપી ડોમ્બીવલીથી ઝડપાયો…?

મુંબઈથી આવી ગુણવંતીબેન નામની વૃદ્ધાની હત્યા કરી રાતોરાત નાસી જનાર યુવાને બંગડી અને અન્ય દાગીના ડોમ્બિવલીમાં વેચી નાખ્યા હોવાની હકીકત સાથે પોલીસે મુદા માલ પણ રિકવર કર્યાની હકીકત સામે આવી…

આરોપીને ડોમ્બીવલી પોલીસની મદદથી પકડી પાડ્યા બાદ આજે સાંજ સુધી સંપૂર્ણ હકીકત જાહેર થઈ શકે…

માંડવી તાલુકાના ગઢસીસા ગામે નિવૃત્ત જીવન ગુજારતા ગુણવંતી બેન નામના વૃદ્ધા ગઈકાલે પોતાના ફ્લેટમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ પ્રથમ દ્રષ્ટિએ જ આ ઘટના લુંટ સાથે હત્યા હોવાની આશંકાના પગલે ગઢસીસા PI, ડી.એન. વસાવાએ બારીકાઈથી હાથ ધરેલી તપાસ દરમિયાન આ ઘટના બન્યાના બે દિવસ અગાઉ મુંબઈથી ગઢસીસા ગામના જ જૈન સમાજનો એક યુવાન અહીં આવ્યાની અને મૃતક મહિલાના ઘરની સામે જ સંબંધીને ત્યાં રોકાયાની અને ઘટના બાદ એ યુવાન એકાએક ગુમ હોવાની હકીકત મળતાં PI, વસાવાએ આ અંગે તપાસ હાથ ધરતા સંબંધિત શકદાર યુવાન પરત ડોમ્બીવલી પહોંચી ગયાની હકીકત જાણવા મળ્યા બાદ ડોમ્બીવલી પોલીસનો સંપર્ક સાધીને આ યુવાનની તપાસ કરાવતા આ ઘટનાનો પરદાફાસ થયો હતો જોકે આ અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી પરંતુ અત્યંત વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંબંધિત હત્યા સાથે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને સંબંધિત શકદાર યુવાનને પકડી પાડી તેનો કબજો લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે એટલું જ માત્ર નહીં પરંતુ સંબંધિત યુવાનની પૂછ પરછમાં તેણે મૃતક મહિલા પાસેથી લૂંટી જવાયેલ બંગડી સહિતના સોનાના દાગીના ડોમ્બીવલીમાં જ એક મારવાડી સોની વેપારી પાસે વેચી નાખ્યાની કબુલાત કરી લેતા એ મુદ્દા માલ પણ રિકવર કરાયાનું જાણવા મળે છે જોકે આ આખી ઘટનાનો પડદાફાશ થયા બાદ આજે સાંજ સુધી આ અંગે પોલીસ દ્વારા વિધિવત રીતે ઘટનાક્રમ જાહેર કરાય તેવી શક્યતા જોવાય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

નાના કપાયામાંથી કેટલફિડ (મરઘાના ચણ)નો જથ્થો ઝડપાયો

Kutch Kanoon And Crime

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ઉગેડી ગામે ડિજિટલ ક્લાસ શરૂ કરાયા

આ વિકાસ થઈ રહ્યું છે કે વિનાશ… ધરતી પુત્રોની અટકાયત કરી નખત્રાણાના કોટડા(જ.)થી છેક નલિયા લઈ જવાયા..!

Leave a comment