પોલીસ મહા નિરીક્ષક સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજના માર્ગદર્શન તેમજ સૂચનાના અનુસંધાને આર.આર.સેલ સરહદી રેન્જ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઈ પ્રતાપભાઈ રાયગોર, પોલીસ કોન્સ્ટેબલ અનુરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, સ્ટ્રાઇકિંગ ફોર્સના પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા માણસો સાથે તારીખ 28 /7/2020ના રોજ ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ગળપાદર રોડ પર ગાયત્રી સોસાયટીની સામે આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટ તથા જે.બી.આર. લોજિસ્ટિકમા ગેરકાયદેસર પેટ્રોલિયમ જેવું પ્રવાહી જથ્થો રાખેલ છે જે આધારે રેડ કરતા તે જગ્યાથી ઇન્ડિયન ઓઇલ લખેલ ટેન્કર જેના રજીસ્ટર નંબર જીજે ૧૧w 3682 વાળું મળી આવેલ તેમજ એક સફેદ કલરનો પેટ્રોલિયમ પદાર્થ ભરવાનો મોટો ટાંકો મળી આવેલ જેમાં અંદાજિત 1000 લીટર જેટલું પેટ્રોલિયમ જેવું પ્રવાહી પદાર્થ મળી આવેલ ત્યારબાદ આ જથ્થાની ખાતરી કરવા ગાંધીધામ મામલતદારને બોલાવીને ગેરકાયદેસર મળી આવેલ જથ્થાને લેબ ચકાસણી અર્થે સેમ્પલ લઈ સ્થાનિક જગ્યાએ સીઝ કરવામાં આવેલ આ કામગીરીમાં પી.કે. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.સેલ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઈ પ્રતાપભાઈ રાયગોર, પોલીસ કોન્સ્ટેબલ અનુરિધસિંહ ચંદ્રસિંહ જાડેજા, સ્ટ્રાઇકિંગ ફોર્સના પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા જોડાયેલા હતા.
સ્ટોરી : દિનેશ જોગી
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334
(જાહેર ખબર)