ગઈકાલે સાંજે ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા જુણા ગામ પાસે રેતી ભરીને જતા એક ટ્રેક્ટરને અટકાવવા જતાં ખાવડા ફોજદાર વાય.પી. જાડેજા સહિતના પોલીસ કાફલા પર પથ્થરમારો કરીને હુમલો કરાયો હતા. આ હુમલામાં ફોજદાર જાડેજા સહિત પાંચ પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે આ મામલે જુણા ગામ અને આસપાસના 150 થી 200 જણાના ટોળા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે ત્યારે પોલીસ અધિકારી સહિતની ટુકડી પર ધોરીધારાર હુમલાની આ ઘટનાએ કાયદાના રક્ષકો અને ખાણ ખનીજ ખાતાના જવાબદારો સામે અનેક સવાલ ઉભા કર્યા છે એ એટલા માટે કે ખાવડા પંથકમાં પથ્થર અને રેતીનો ખૂબ મોટો કારોબાર છે અને લાખોની રોયલ્ટી ચોરી પણ સરેઆમ થાય છે આ સૌ કોઈ જાણે છે અને આ રોયલ્ટી ચોરીનું નેટવર્ક સેકસન ગોઠવીને ચાલતો હોવાનું મનાય છે આ સેક્સનના તાર છેક ભુજ અને ઉપરી લેવલે છે તે એટલે સુધી કે અહીં ચાલતી ગેરકાયદેસર રેતી અને પથ્થર રોયલ્ટી વગર ચોરીની પ્રવૃત્તિ પડદા પાછળ રહેલા સરકારી અધિકારીઓના આશીર્વાદથી થાય છે એ સત્ય છે અને ત્યાં સુધી આ સેકસન પહોચતું હોવાનું મનાય છે રહી વાત પોલીસ પાર્ટી પર હુમલાની તો આ ઘટના અત્યંત ગંભીર છે પોલીસ ટુકડી પર કાશ્મીરની જેમ હુમલાઓ એટલે કે પથ્થરમારો કરાયો એ સ્પષ્ટ દર્શાવે છે કે આ વિસ્તારના ખનીજ માફિયાઓ સેકસન બળ થકી ફાટીને ધુમાડે ચડયા છે અને તેઓ સલામતી દળો પર પથ્થરમારા કરાવીને પોતાની આણ બતાવતા થયા છે
આ પથ્થર બાજીનું નેટવર્ક પાકિસ્તાન સીમાને અડીને આવેલા અને જયાં આપણી ફોજના જવાનો રાત દિવસ પહેરો ભરી રહ્યા છે એ વિસ્તારમાં પથ્થર બાજ ગેંગ સક્રિય થાય તે બાબત ખુબજ ગંભીર છે ત્યારે પોલીસ પ્રશાસન આવા પથ્થરબાજોને ઉઠતા જ ડામી દે એ સમયની માગ છે બીજી તરફ આ વિસ્તારમાં રોયલ્ટી ચોરીનું ખૂબ મોટું નેટવર્ક કાર્યરત હોવાનું મનાય છે એ નેટવર્ક થકી કોણ કોણ આર્થિક ફાયદો લઈ રહ્યા છે તેની સઘન તપાસ કરવી ખૂબ જરૂરી છે તેમના થકી ખનીજ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે કચ્છમાં બોર્ડર રેન્જ આઇજી તરીકે સુભાષ ત્રિવેદી છે અને જાંબાજ અધિકારીની છાપ ધરાવે છે તો પશ્ચિમ કચ્છ એસપી તરીકે સૌરભ તોલંબિયા છે જેઓ પોતાની કડકાઈ માટે ખુબ જ જાણીતા છે આ બંને અધિકારીઓ હોય અને પોલીસ પર હુમલાની બનેલી ઘટના ગણું બધું કહી જાય છે. આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરીને હુમલાના મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ કેમ કે અમુક અધિકારી કર્મચારીઓને બાદ કરતા લગભગ મોટાભાઈ બની ગયા છે હવે મોટા ભાઈનો મતલબ ઉચ્ચ અધિકારીઓ તો સમજી ગયા જ હશે આવા મોટાભાઈઓ થકી જ પોલીસ પાર્ટી પર હુમલા કરવાની હિમ્મત ખનીજ માફિયા કે બુટલેગરો કરી રહ્યા છે એક જૂની કહેવત છે (પોલીસ સે નાતો દોસ્તી અચ્છી નાતો દુશ્મની) હવે ક્યા અધિકારી કર્મચારીઓએ દોસ્તી કરી છે અને કયા અધિકારી કર્મચારીઓએ દુશ્મની કરી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે જેણે આવી દોસ્તી- દુશ્મની વચ્ચેની ભૂમિકા ભજવી છે જેના થકી પોલીસ પાર્ટી પર હુમલો કરવાની હિમ્મત કરાઈ છે. વધુમાં પોલીસ પાર્ટી પર હુમલો કરવાની ગુસ્તાખી કરનારને સબક શીખવવો જોઈએ તે સમયની માંગ છે નહીં તો કચ્છને કાશ્મીર બનવા વાર નહીં લાગે.
નિતેશ ગોર : 9825842334