અબડાસાના દરિયાકિનારે આવેલા સુપ્રસિદ્ધ એવા પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી દાગીનાની ચોરી થઈ જતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે મંદિરની અંદર ગર્ભગૃહમાં પ્રવેશેલા બે શકમંદો ચાંદીનું છત્ર, ચાંદીની જલધારા, ત્રિશુલ સહિતના દાગીના ઉઠાવી ગયા હતા. આ બનાવની જખૌ પોલીસને જાણ થતા પોલીસે છાનબીન હાથ ધરી છે. દરમિયાન મંદિરના મહંતશ્રી પુરુષોત્તમ ગિરિબાપુએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે રાત્રે 12 વાગ્યા સુધી મંદિરમાં નવા યાત્રાળુ કે કોઈ વ્યક્તિ આવ્યા નથી પરંતુ મોડી રાત્રે થોડું ઘણું અવાજ આવતા તેઓ જાગી જતાં બે યુવાનો નાસ્તા જોવા મળ્યા હતા. જેમને પડકારતાં બંને યુવકો નાસી ગયા હતા. ત્યારબાદ મંદિરમાં જઈને તપાસ કરતા ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. નોંધનીય છે કે પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે બોર્ડર વિંગ, હોમગાર્ડ ચોકી પર કાર્યરત છે અને જખૌ મરીન પોલીસ દ્વારા પણ અહીં બે જવાનોને ફરજ પર રખાતા હોય છે તો ભુજ થી પિંગલેશ્વર જતી એસટી બસ રાત્રિ રોકાણ પણ કરે છે તેમ છતાં થઈ ગયેલી ચોરીએ અનેક સવાલો ઉભા કર્યા છે પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી થયેલી ચોરીના પગલે ભાવિકજનોમાં રોષ ફેલાયો છે ચોરીની આ ઘટનામાં 20 થી 25 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થયાનું જણાઇ આવ્યું છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334