16 થી વધુ ફરિયાદો હોવા છતાં પણ આરોપી જામીન પર છૂટીને યુવતીને ત્રાસ આપતો રહે એ આરોપીનો હોંસલો, પોલીસ કાર્યવાહી સામે સવાલ સર્જે છે
અંજાર ખાતે રહેતી એક યુવતી પર તેણીની પાંચ વર્ષની દીકરીની નજર સામે છરીની અણીએ એક નહીં બે નહીં 26 થી વધુ ગુનાનો આરોપી દુષ્કર્મ ગુજારવાનીં હિંમત કરી જાય એ ઘટના પોલીસ પ્રશાસન અને તેની કાર્યવાહી સામે અનેક સવાલ પેદા કરનારી છે. અંજાર ખાતે રહેતા અને રાજકોટ DCB પોલીસ મથક, IG પોલીસ મથક, ભુજ બી/ડિવિઝન, પધ્ધર પોલીસ સ્ટેશન, માંડવી પોલીસ સ્ટેશન, અને માનકુવા પોલીસ સ્ટેશન એમ કુલ મળીને 26 જેટલા ગુના જેની સામે નોંધાઈ ચૂક્યા હોય, એક વખત પાસામાં જઈ આવ્યો હોય, છતાં જામીન પર છૂટીને ફરી એના એજ અપરાધને અંજામ આપતો રહે ત્યારે સ્વાભાવિક રીતે પોલીસ અને પ્રશાસન સામે સવાલ ઊભા થવાના, નિવૃત્ત TDO’ના વંઠેલ ફરજંદ એવા ધર્મેશ ઉર્ફે ધમા રામજી ટાંક નામનો ક્રિમિનલ યુવાન અંજાર ખાતે જેણે 16 થી વધુ ફરિયાદો નોંધાવી છે એ યુવતીના ઘરે જઈ તેણીની પાંચ વર્ષની દીકરીના ગળા પર છરી રાખી દીકરીની નજર સામે સંબંધી પર દુષ્કર્મ આચરી ફરિયાદો પાછી ખેંચી લેવાની ધમકી આપ્યાનો એક ગુનો પોલીસ માટે નોંધાયો છે. આશ્ચર્યની બાબતે છે કે આરોપીને સંબંધિત ફરિયાદી અને ભોગ ગ્રસ્ત યુવતીના ઘરેથી જ પોલીસે પકડ્યો છે આ આરોપી અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે એક વખત પાસામાં પણ જઈ આવ્યો છે છતાં તેને નતો પોલીસનો ભય છે નતો તેને કાયદાનો ભય ત્યારે પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. 26 જેટલા ગુના નોંધાયા છતાં આરોપી જ્યારે જ્યારે જામીન પર છૂટે છે ત્યારે અપરાધોને અંજામ આપતો રહે છે, એનો મતલબ એ છે કે તેની સામે થવી જોઈતી કાર્યવાહી થતી નથી. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સામે ગુનો નોંધાયા બાદ એ વ્યક્તિ જામીન અરજી રાખે ત્યારે અદાલત દ્વારા જે તે પોલીસ સ્ટેશનના તપાસનીસ અધિકારીનો અભિપ્રાય લેવાનો હોય છે અને તેના આધારે જ આરોપીને જામીન અપાય છે, આ આરોપી વિરૂદ્ધ ગંભીર ગુનાઓ હોવા છતાં સતત જામીન મળતા રહ્યા છે એનો મતલબ એ છે કે, ન્યાયાલયમાં એના માટેના અભિપ્રાય આપવામાં ખામી રખાતી હશે અને જો તેમ થતું હોય તો ખામી રાખનાર જે પણ હોય તેની ભૂમિકા શંકાના ડાયરામાં ગણી શકાય, હવે જ્યારે આરોપીએ ચેલેન્જ રૂપ ઘટનાને અંજામ આપ્યું છે ત્યારે તેની સામે કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું એ પણ નોંધનીય છે કે ભોગ બનેલ યુવતી અને તેના પરિવાર દ્વારા 16 જેટલી ફરિયાદો અપાઇ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334