મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ કે ભીખુ દલસાણીયાiની ચર્ચા જોરમાં : સૂત્રો
ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અંગત કારણોસર રાજીનામું આપવા જઈ રહ્યા છે. ભાજપની ટોચની નેતાગીરીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ગુજરાતના આગામી સીએમ બનાવવાનું લગભગ નક્કી કરી લીધું છે સૂત્રો કહી રહ્યા છે
દિલ્હીના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના પુત્રની તબિયતના કારણે સીએમ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભૂપેન્દ્ર પટેલના 35 વર્ષીય પુત્રને 1 મેના રોજ બ્રેઈન હેમરેજ થયું હતું. તેને ચિંતાજનક સ્થિતિમાં એર એમ્બ્યુલન્સમાં અમદાવાદથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. ત્યારથી તેની મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભુપેન્દ્ર પટેલે એ જ દિવસે સીએમ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગઈકાલે વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમણે વડાપ્રધાનને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ સીએમ પદ તાત્કાલિક છોડવા ઈચ્છે છે. આ સાથે તેમણે ધારાસભ્ય પદ છોડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈએ વડાપ્રધાનને કહ્યું હતું કે તેમના પુત્રની આ સ્થિતિમાં તેઓ કોઈ જવાબદારી લઈ શકતા નથી, તેથી તેમણે તેમને રાહત આપવી જોઈએ. સૂત્રોએ જણાવ્યું કે વડા પ્રધાને તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું પરંતુ તેઓ હટવા તૈયાર ન હતા. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી નડ્ડા સાથે નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરી રહ્યા છે. જેમાં બે નામો સામે આવ્યા છે. એક ભીખુભાઈ દલસાણિયા કે જેઓ ગુજરાત ભાજપમાં સંગઠન મંત્રી હતા અને બીજું નામ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું છે. ભીખુભાઈ અને મનસુખ માંડવિયા બંને નરેન્દ્ર મોદીના ખૂબ વિશ્વાસપાત્ર ગણાય છે. ભાવનગરના મનસુખ માંડવિયા લેઉઆ પટેલ છે. પાટીદાર સમાજના મનસુખ માંડવિયા શાંત અને ખૂબ જ સરળ નેતા ગણાય છે.તેથી જ ભાજપની ટોચની નેતાગીરીએ માંડવીયાને આગામી સીએમ બનાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું કે માંડવિયા હાલમાં જાપાનના પ્રવાસે છે, તેમને જલ્દી પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોનો દાવો છે કે તેઓ ઘરે પરત ફરતાની સાથે જ તેમની તાજપોશી કરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી હોવાનો મેસેજ છે.
નોંધ – હજી કોઈ સતાવાર જાહેરાત થઈ નથી પણ આવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે જે સત્ય છે કે અફવા તે તપાસનો વિષય છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334