Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

અંજારના તોરલ તળાવમાંથી યુવાનની લાસ મળી આવી

અંજારમાં આવેલ ઐતિહાસિક તળાવ તોરલમાંથી આજે બપોરના 2 વાગ્યાના અરસામાં એક અજાણ્યા યુવાનની  લાસ તરતી નજર પડતા અંજાર પોલીને જાણ કરાઇ હતી. અંજાર પોલીસ તાત્કાલિક સ્થળ પર ઘસી આવી હતી અને તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ અંજાર પોલીસે સ્થળ પર તપાસ કરાતા બે દિવસ અગાઉ ગુમ થયેલા ઈમ્તિયાઝ સીધીક લોહર આશરે ઉ.વ. 35, નામના યુવાનની આ લાસ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યાર બાદ લાસનો કબ્જો લઈ લાશને પી.એમ. માટે ખસેડાઇ છે.  ઈમ્તિયાઝને માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા તો હાથના પંજામાં પણ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. આ ઘટનાની વધુ તપાસ અંજાર પોલીસે હાથ ધરી છે.

અહેવાલ દિનેશ જોગી – અંજાર

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

હિન્દુ યુવા સંગઠન ભારતના નવમાં સ્થાપના દિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરાઈ

Kutch Kanoon And Crime

અંજાર મકલેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રીના ગાળામાં ચોરીની બીજી ઘટના

Kutch Kanoon And Crime

વાગડ વિસ્તારમાં એડવોકેટની હત્યામાં CCTVના આધારે શંકાસ્પદ શખ્સના ફોટો ગ્રાફ્સ પોલીસે જાહેર કર્યા

Kutch Kanoon And Crime

Leave a comment