Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

અંજાર : 21 લાખની ખંડણી અને ગાયોના નામે હપ્તા આપવા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

અંજાર તાલુકાના વરસામેડી ગામના ઉપસરપંચ સહિત ચાર સામે ખંડણી માંગ્યાની ફરિયાદ

અંજાર તાલુકાના વરરસામેડી ગામના ઉપસરપંચ સહિત ચાર ઈસમો સામે ધાક ધમકી કરી ખંડણી માગ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. ધર્મેન્દ્રભાઈ જે. મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વરસામેડી ગામના ઉપસરપંચ અરવિંદગર ગુસાઈ, રમેશ ઉર્ફે લાલિયો ચાવડા, શંકર ઉર્ફે લખુ રામજી ડાંગર (આહીર), તથા માદા વસ્તા ચાવડા (આહીર) તમામ વરસામેડી વાળાઓ સામે અંજાર પોલીસ મથકે ખંડણી અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ગત તા : 20’એપ્રિલના રોજ ફરિયાદીને રૂપિયા 21 લાખ ખંડણી આપવા અને બાદમાં દર મહિને ગાયો માટે 5100 રૂપિયા આપવા ધાક ધમકી કરી હતી, એવી ફરિયાદ નોંધાય છે ખંડણી અંગેની ફરિયાદ નોંધાયા બાદ Dysp’ના માર્ગદર્શન હેઠળ અંજાર PI, સિસોદિયાએ તપાસ હાથ ધરી છે આરોપીઓ સામે બિનજામિન પાત્ર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પૈકી રમેશ ઉર્ફે લાલિયા મ્યાઝર ચાવડા (આહીર) સામે અગાઉ પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે. નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં પણ હવે અલગ અલગ પ્રકારે ખંડણી માંગવાના કિસ્સા વધી રહ્યા છે જેની સામે પોલીસે કડક થવાની જરૂર છે જેથી કચ્છ જિલ્લામાં અતિક અહેમદ જેવા માફીઆઓ પેદા ન થાય.

સ્ટોરી દિનેશ જોગી પૂર્વ કચ્છ

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસમાં આરોપી ભરત રાવલને સામખ્યાળી સુધી મૂકવા ગયેલ યુવાન બાઈક સાથે પકડાયો

Kutch Kanoon And Crime

અનલોક-1નો ફાયદો ઉપાડવા જતા બુટલેગરે ઘરમાં રાખેલ 1,51,200/-નો દારૂ શોધી કાઢતી ભુજ શહેર એ/ડીવીઝન

Kutch Kanoon And Crime

સફેદ રણ ફરવા આવેલા અને રિસોર્ટમાં નાઈટ હોલ્ટ કરનાર પ્રવાસીના ટેન્ટમાંથી લાખોની ચોરી

Kutch Kanoon And Crime

Leave a comment