Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

અબડાસાના કોઠારા નજીક સુથરીના યુવાનની હત્યા

અબડાસા તાલુકાના કોઠારા નજીક સુથરી ગામના જયેશ શિવજી રાજગોર નામના યુવાનની હત્યા થઈ જતા સનસનાટી મચી ગઇ છે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આજે મંગળવારે સાંજે 7 : 30 ના અરસામાં સુથરીના કોઠારા કોઠારા કબ્રસ્તાન પાસે જયેશ શિવજી રાજગોર નામના યુવાનની હત્યા થઈ ગઈ હતી મરણ જનાર યુવાન પર તિક્ષણ હથિયારથી હુમલો થયો હતો તે વખતે કોઈ વટેમાર્ગુ એ કોઠારા પોલીસને જાણ કરતા કોઠારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યાંથી મરણ જનાર યુવાનની એકટીવા લઈને નાસવા જતો ઈસ્માઈલ સુમરા નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં જોઈ પોલીસે તેને અટકમાં લઇ બનાવ સ્થળે પહોંચતા મરનારની હત્યા થયેલી લાશ મળી આવી હતી આ અંગે અટકમાં લેવાયેલ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેને આ હત્યા કબુલી હતી આ લખાય છે ત્યારે કોઠારા પોલીસ સ્ટેશન આગળની કાર્યવાહી સાથે લાશને પી.એમ. માટે મોકલી અપાઇ છે આ ઘટનાના પગલે નખત્રાણા ડી.વાય.એસ.પી. ઉપરાંત નલિયા સી.પી.આઈ. સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કોઠારા પહોંચી ગયા છે.
દરમિયાન મળતી માહિતી પ્રમાણે મરણ જનાર જયેશના બે પેસેન્જર છકડા હતા જે જયેશએ આરોપી ઈસ્માઈલ સુમરાને ચલાવવા માટે ભાડેથી આપ્યા હતા આ અગાઉ 6 મહિના પહેલા પણ ઈસ્માઈલ અને જયેશ વચ્ચે તકરાર થયેલી જેમાં સમાધાન થયું હતું ત્યારે આ હત્યા પાછળ નાણાકીય લેતી દેતી કારણભૂત હોવાની શક્યતા જોવાય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગાંધીધામ HP ગેસ એજન્સીના માલિક કાશ્મીરાબેન નવનીતભાઈ આચાર્યના જન્મદિવસે ઇન્નર વીલ ક્લબ સાથે રહી સેવા કાર્યો કરાયા…

Kutch Kanoon And Crime

અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો ધીરજ ગુમાવવા લાગ્યા…

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના પકડાયેલા વધુ એક આરોપી પોલીસ કર્મી કપિલ દેસાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

Kutch Kanoon And Crime

Leave a comment