એક સાચો સવાલ દરેકના મનમાં થતો હસે પણ કોઈ પૂછવા કે એ સવાલનો જવાબ જાણવા પ્રયત્ન નથી કરતું કારણ..? કોણ કરે પોલીસ સામે કોણ થાય, પણ હા મીડિયા ચોથું સ્તંભ જે પોલીસ નહિ પણ પ્રધાનમંત્રીને પણ સવાલ કરી શકે છે. હા આજે એક સવાલ મારે (પ્રજા વતી) જાણવું છે કે પોલીસ રોડ પણ ટ્રાફિક ચેકીંગ કરતી હોય કે કઈ પણ જગ્યાએ બંદોબસ્તમાં હોય ત્યારે તમે જોયું હશે કે પોલીસ કર્મચારીના હાથમાં ધોકો (લાઠી) હસે શું કામ..? હવે જો પોલીસ ટ્રાફિક ચેકીંગ કરતી હોય તો ધોકો (લાઠી) શું કામ રાખવી પડે છે. પ્રજાને બિડવાવવા કે પછી રોફ જમાવવા, કે અપરાધીઓને પકડવા, કારણ હજુ સુધી કોઈને પણ નથી ખબર ખુદ પોલીસ કર્મચારીઓને પણ નથી ખબર કે તેઓને ધોકો (લાઠી) સેના માટે આપવામાં આવે છે અને ધોકો (લાઠી) કયા કયા ઉપયોગમાં લેવામાં આવશે. હવે ધોકો (લાઠી) તો ગાયો ચરાવતો હોય તેની પાસે પણ હોય છે અને તે પણ હાથમાં માથે લઈને ફરતો હોય છે પણ એ ધોકો (લાઠી) અને પોલીસને આપવામાં આવેલ ધોકો (લાઠી) બંનેમાં ગણો ફરક છે. પોલીસને આપવામાં આવેલ ધોકો (દંડો-લાઠી) કહેવાય છે. જે પોલીસ કર્મચારીને ફક્ત અને ફક્ત રોફ જમાવવા કે જે ડ્રેસ સિવાય ફરતા કર્મચારીઓ તેઓ પોતાની છાપ (પોલીસ છીએ એટલે અમે ધોકો (લાઠી) રાખી છે અથવા કાનૂન વ્યવસ્થા) તેના માટે ઉપયોગ કરતા હોય છે. કેમ કે ધોકો (લાઠી) જોઈ દરેકને એમ લાગે કે આ પોલીસવાળા છે. એક છબી જ નજર સામે આવી જાય કે રોડ પર ધોકો (લાઠી) લઈને ઊભો હોય એ પોલીસ જ હોય, પરંતુ એવું નથી હોતું, એટલે કોઈ પણ પોલીસ કર્મચારી હાથમાં ધોકો (લાઠી) લઈને રોડ પર ઉભો હોય તો તમે (પ્રજા) તેને બિન્દાસ સવાલ કરી શકો છો કે તમે ધોકો (લાઠી) સેના માટે ઉપાડ્યો છે. અગર પોલીસ કર્મચારી ટ્રાફિક નિયંત્રણ કે લાઇન્સ કે કાગળિયાં માંગવા હોય અને ક્યા પણ કાઈ કાયદો વ્યવસ્થા જાળવવું હોય તો ધોકો (લાઠી) લઈને ધોકા (લાઠી) થી ઈશારો કરી કોઈને ઊભો રખાવે છે. હવે પોલીસ કહેશે કે પોલીસ અપરાધીઓને ડર બતાડવા ક્યારેક ક્યારેક હાથમાં ધોકો (લાઠી) રાખવો પડે છે. પરંતુ રસ્તા પર આવતા કે ભીડમાં ઉભેલા દરેક નાગરિક અપરાધી નથી હોતા, એ પોલીસ પણ જાણે છે. આ ધોકાનો જવાબ ખુદ પોલીસ પાસે પણ નથી. અમારા ધ્યાન મુજબ અંગ્રેજોના શાસન સમયે 1860 કાનૂન મુજબ પોલીસને સાથે ધોકો (લાઠી) રાખવું ફરજિયાત છે. હા પણ ગમે તેને જાહેરમાં મારી કે બતાવી નથી શકતા, ધોકો (લાઠી) બતાવવો એ પણ એક અપરાધ છે સંવિધાનમાં.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334